ટ્રેન્ડિંગધર્મ

હરિયાળી અમાસનું શું છે મહત્ત્વ? કાળ સર્પ દોષમાંથી મુક્તિ મેળવો આ રીતે

  • 17 જુલાઇ, 2023ના રોજ હરિયાળી અમાસ
  • હરિયાળી અમાસ અને સોમવારનો સંયોગ
  • આ અમાસને દર્શ અમાસ પણ કહેવાય છે

હરિયાળી અમાસ અષાઢ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 17 જુલાઇ, 2023ના રોજ હરિયાળી અમાસ છે. તેને દર્શ અમાસ પણ કહેવાય છે. સોમવારે આવતી હોવાથી આ અમાસનું મહત્ત્વ અનેક ગણુ વધી જાય છે. આ વર્ષે હરિયાળી અમાસ પર 3 શુભ સંયોગ બની રહ્યા છે. હરિયાળી અમાસના દિવસે સૂર્યોદય સાથે સ્નાન અને દાન પ્રારંભ થાય છે. આ દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. દર અમાસના દિવસે પીપળાને દૂધ અને જળ ચઢાવવાથી તમને દેવતાઓ અને પિતૃના આશીર્વાદ મળે છે, પરંતુ હરિયાળી અમાસ પોતાના મહત્વના કારણે અન્ય અમાસથી અલગ છે.

અમાસ ક્યારે થશે શરૂ?

હિંદુ કેલેન્ડર મુજબ, હરિયાળી અમાસ 16 જુલાઈએ રાત્રે 10.08 વાગ્યે શરૂ થઇને 18 જુલાઈ સુધી સવારે 12.01 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં હરિયાળી અમાવસ્યા 17મી જુલાઈએ સૂર્યોદય તિથિના આધારે ઉજવવામાં આવશે.

હરિયાળી અમાસનું શું હોય છે મહત્ત્વ? કાળ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા અજમાવો ઉપાય hum dekhenge news

હરિયાળી અમાસ પર 3 શુભ સંયોગ

આ વર્ષે હરિયાળી અમાસ પર 3 શુભ સંયોગ બની રહ્યા છે. 17 જુલાઈના રોજ હરિયાળી અમાસ આવે છે. આ દિવસે સોમવાર છે. તેથી તે સોમવતી અમાસ તરીકે પણ ઓળખાશે અને હિન્દી બેલ્ટમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી શ્રાવણના બીજા સોમવારનું વ્રત છે. આ બે શુભ સંયોગ સિવાય ત્રીજો સુંદર સંયોગ એ છે કે હરિયાળી અમાસની તિથિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ રચાયો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 18 જુલાઈના રોજ સવારે 5.11થઈ 5.35 સુધી છે. કોઈપણ તિથિ સૂર્યોદયથી સૂર્યોદય સુધી માન્ય છે.

હરિયાળી અમાસ શા માટે કહેવાય છે?

શ્રાવણ મહિનામાં વધુ વરસાદ પડે છે અને તેના કારણે ધરતી પર સર્વત્ર હરિયાળી જોવા મળે છે. ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને છોડ જોવા મળે છે. આ સમયે કુદરત ખૂબ જ સુંદર લાગે છે. આ કારણે અષાઢ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે.

શનિ દોષ અને કાળ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાય

હરિયાળી અમાસના દિવસે સ્નાન, દાન અને પૂજન ઉપરાંત વૃક્ષો વાવવાનું પણ મહત્વ છે.
આ દિવસે પાંચ પ્રકારના છોડ લગાવવાથી પિતૃદોષ અને શનિ દોષ અને કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે તેવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર લીમડો, આંબળા અને બિલ્લી તથા વડના વૃક્ષ વાવવાથી તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે વૃક્ષ-છોડ વાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. હરિયાળી અમાસના દિવસે પીપળો, લીમડો, કેળા, વડ, તુલસી, આમળા વગેરે દિવ્ય છોડ લગાવવા જોઈએ, જે તમારા માટે શુભ હોય છે.

આ પણ વાંચોઃ દ્વારકા બાદ રાજ્યના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Back to top button