કારતક પૂર્ણિમાના દિવસે શું છે સ્નાન-દાનનું મહત્ત્વ, જાણો દેવ દિવાળીનું મુહૂર્ત?
- કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્રિપુરાસુરના અંતની ઉજવણી કરવા માટે દેવતાઓએ સમગ્ર સ્વર્ગને દીવાઓથી પ્રકાશિત કર્યું હતું
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ હિંદુ ધર્મમાં કારતક મહિનામાં આવતી પૂર્ણિમાને ખૂબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. દેવ દિવાળી પણ કારતક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દેવ દિવાળીને દેવતાઓની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્રિપુરાસુરના અંતની ઉજવણી કરવા માટે, દેવતાઓએ સમગ્ર સ્વર્ગને દીવાઓથી પ્રકાશિત કર્યું, જે દિવાળીમાં પરિવર્તિત થયું. તેથી કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા અથવા ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
કાર્તિક પૂર્ણિમા વ્રત ક્યારે છે?
પૂર્ણિમા તિથિ 15 નવેમ્બર 2024ના રોજ સવારે 06:19 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 16 નવેમ્બર 2024ના રોજ સવારે 02:28 વાગ્યા સુધી રહેશે. શુક્રવાર, 15 નવેમ્બર 2024 ના રોજ કારતકી પૂનમનુંવ્રત રાખવામાં આવશે.
કાર્તિક પૂર્ણિમા સ્નાન અને દાનનો સમય
કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 04.58 થી 05.51 સુધીનો રહેશે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજાનો શુભ સમય સવારે 06:44 થી 10:45 સુધીનો રહેશે. ચંદ્રોદયનો સમય સાંજે 04:51નો છે.
દેવ દિવાળીનું શુભ મુહૂર્ત
દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાળ સાંજે 05:10 થી 07:47 સુધી ચાલશે.
કાર્તિક પૂર્ણિમાનું પૂજન મુહૂર્ત
- બ્રહ્મ મુહૂર્ત- સવારે 04:57થી 05:50
- અભિજિત મુહૂર્ત- બપોરે 11:43થી 12:26
- વિજય મુહૂર્ત- બપોરે 01:52 થી 02:35 સુધી
- સંધિકાળ મુહૂર્ત- સાંજે 05:26 થી 05:53 સુધી
- સંધ્યા મુહૂર્ત- સાંજે 05:26 થી 06:46 સુધી
- અમૃત કાળ- સાંજે 05:38 થી 07:04 સુધી
કાર્તિક પૂર્ણિમા લક્ષ્મી પૂજનનું મહત્ત્વ
કારતક પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાનો શુભ સમય બપોરે 11:39 થી 12:33 સુધીનો રહેશે.
કાર્તિક પૂર્ણિમા રાહુકાળ અને ભદ્રા સમય
કારતક પૂર્ણિમાના દિવસે ભદ્રાની છાયા છે. જ્યોતિષમાં ભદ્રા અને રાહુકાળ પૂજા અને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતા નથી. તેથી ભદ્રા અને રાહુકાળ દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે. કારતક પૂર્ણિમાના દિવસે રાહુકાળસવારે 10:44 થી બપોરે 12:05 સુધી રહેશે. ભદ્રા સવારે 06:43 થી 04:37 સુધી રહેશે.
કારતક પૂર્ણિમા પર કારતકના સ્નાનનું સમાપન
કેટલાય ભક્તો કારતક મહિનામાં સ્નાન કરવા જાય છે. રોજ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મહિમાં છે. જો કોઈ નદીમાં સ્નાન કરવું શક્ય નથી તો ઘરે પણ સ્નાન કરી શકાય છે. કારતક સ્નાનનો આરંભ શરદ પૂર્ણિમાથી થાય છે અને તેનું સમાપન કારતક પૂર્ણિમા પર થાય છે.
કારતક પૂર્ણિમાનું મહત્ત્વ
કારતક પૂર્ણિમાના દિવસે દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તુલસી પૂજન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
કારતક પૂર્ણિમાના ઉપાય
કારતક પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચંદ્રમાને અર્ધ્ય આપવો જોઈએ. ધનની દેવી મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. કારતકી પૂનમ પર મુખ્ય દ્વાર પર દીપક પણ પ્રગટાવવો જોઈએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દીપદાન કરવાથી ઘરમાં આર્થિક ખુશહાલી આવે છે.
આ પણ વાંચોઃ ફાગણ મહિનામાં કરો ખાટૂ બાબાની નિશાન યાત્રા, દૂર ભાગશે દરેક સંકટ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy