નેશનલ

શું છે શિવસેના ભવન નિર્માણનો ઈતિહાસ ? આવી રીતે થયું ભવનનું નિર્માણ

મુંબઈ નગરીમાં અસંખ્ય ઈમારતો છે. મુંબઈની ઈમારતો બનાવવા માટે કુશળ આર્કિટેક્ચર જોઈએ. મુંબઈમાં કેટલીક ઈમારતોના આર્કિટેક્ચરનું ઘણું મહત્વ છે. ઉદાહરણ તરીકે, જેજે સ્કૂલ ઑફ આર્ટસ અથવા મુંબઈમાં ટાઇમ્સ બિલ્ડીંગ. તેવી જ રીતે દાદર ખાતે આવેલ શિવસેના ભવનનું પણ પોતાનું આકર્ષણ છે. થોડીક જગ્યાએ બનાવેલ તેનું કિલ્લા જેવું સ્વરૂપ દેખાય છે. શિવસેના કાર્યકર્તાઓ દ્વારા શિવસેના ભવન નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરેલો છે. આવો જાણીએ આ શિવસેના ભવન નિર્માણ વિશે.

બાળા સાહેબ ઠાકરેના નિધન પછી શિવસેના પાર્ટીને લઈને ઘણીબધો ઉથલ-પાથલ જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી શિવસેના મહારાષ્ટ્ર સરકારના વર્ચસ્વને લઈને ચર્ચામાં હોય છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો સામસામે છે. ચૂંટણી પંચે શિંદે જૂથને પાર્ટીનું નામ અને ચિન્હ આપી દીધું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર બાબતે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કહી છે.

આ પણ વાંચો : NCP શિવસેનાના પ્રતીક વિવાદથી દૂર, પવારે કહ્યું- આ ગડબડમાં હું નહીં પડું

શિવસેના ભવન આવી રીતે બનાવી

મહારષ્ટ્ર રાજકારણમાં આ બંને પક્ષો વચ્ચેના વિવાદો તો ચાલતા રહેશે પણ આપણે આ શિવસેના ભવન વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. મુંબઈના સૌથી ગીચ અને વ્યસ્ત વિસ્તાર દાદરમાં વર્ષ 1974માં શિવસેના ભવનની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. શિવસેના પાર્ટીની સ્થાપના જૂન 1966માં કરવામાં આવી હતી, જેના 8 વર્ષ પછી શિવસેના ભવન સ્થપાયું હતું.

શિવસૈનિકો માટે શિવસેના ભવનનું ખાસ મહત્વ છે અને પોતાની પ્રતિષ્ઠા ધરાવે છે. શિવસૈનિકો તેને મંદિરનો દરજ્જો આપે છે, જ્યારે પાર્ટીની રચના થઈ ત્યારે બાળાસાહેબ ઠાકરેના ઘર ‘માતોશ્રી’માં થોડો સમય પાર્ટીની પ્રવૃત્તિઓ ચાલતી હતી. ત્યારબાદ શિવસેનામાં શિફ્ટ થઈ ગયા. આજની તારીખમાં આ અબજોની મિલકત છે.

વિશિષ્ટ સ્થાપત્ય

શિવસેનાનું વર્ચસ્વ વધતાં પક્ષ માટે વ્યવસ્થિત કાર્યાલયની માંગ કરવામાં આવી હતી. દાદરમાં એક સ્થળ જોવા મળ્યું અને જ્યારે શિવસેનાની ઇમારતનું નિર્માણ થયું ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ જોવા જેવો હતો. કાર્યકર્તાઓ દ્વારા દાન માટે અસંખ્ય રસીદો ફાડવામાં આવી હતી. તેના નિર્માણ માટે નાના-મોટા કાર્યકર્તાએ મહેનત કરી હતી.

શિવસેના ભવન પણ મુંબઈની કેટલીક પ્રખ્યાત ઈમારતોની જેમ તેના અનોખા સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટસ અથવા ટાઈમ્સ બિલ્ડિંગની જેમ, શિવસેના ભવનનું પણ પોતાનું આકર્ષણ છે. પ્રખ્યાત આર્કિટેક્ટ ગોરે તેને કિલ્લાનું સ્વરૂપ આપ્યું હતું. જ્યારે સહસ્ત્રબુદ્ધેએ અહીં બાળાસાહેબની દેખરેખમાં અહી શિવાજી મહારાજની પ્રતિમા બનાવી હતી.

આ પણ વાંચો : શિવસેનાનું પ્રતીક: ચૂંટણી પંચના નિર્ણય સામે ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં જશે, રાઉતે કહ્યું- 2000 કરોડની ડીલ થઈ

મહારાષ્ટ્રનું શક્તિ કેન્દ્ર

શિવસેના ભવનને મહારાષ્ટ્રની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર બનવામાં લાંબો સમય ન લાગ્યો. ઘણા વર્ષોથી, પાર્ટીના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે 23 જાન્યુઆરીએ તેમના જન્મદિવસ પર અહીં ઊભા રહીને કાર્યકરો અને નેતાઓને મળતા હતા. લોકો વચ્ચે સંબોધન કરતા હતા. શિવસેનાના આ ભવનમાં ભાજપ અને શિવસેનાની ઘણી રાજકીય બેઠકો થઈ છે.

ભવનને પણ નિશાન બનાવવામાં આવ્યું

શિવસેના ભવન માત્ર મુંબઈમાં મોટી રાજકીય ઉથલપાથલનું જ નહીં પરંતુ મોટી ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે, વર્ષ 1993માં મુંબઈમાં 13 શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં 251 લોકોના મૃત્યુ થયા હતા અને 750 લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ દાદરમાં શિવસેના ભવન પાસે પણ બ્લાસ્ટ થયો હતો. સ્પષ્ટ છે કે ભવન આતંકવાદીઓના નિશાના પર હતી. હુમલા બાદ ભવનને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો : ઉદ્ધવને મોટો ઝટકો, શિવસેનાના સિમ્બોલ-નામ પર શિંદે જૂથનો અધિકાર

થોડા વર્ષો પછી શિવસેનાની ઇમારતમાં ઘણું સમારકામ કરવામાં આવ્યું. ત્યારબાદ જુલાઈ 2007માં શિવસેનાના નવા ભવનનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે બાળાસાહેબ ઠાકરેએ ભાવુક સંબોધન કર્યું હતું.

પાર્ટીના ચિન્હો બદલતા રહ્યા

1986માં મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણી સમયે શિવસેનાએ તલવાર અને ઢાલના ચિહ્ન પર ચૂંટણી લડી હતી. આ પહેલા 1978માં પાર્ટીએ રેલ્વે એન્જિનના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી. 1985 દરમિયાન, પાર્ટીએ ટોર્ચથી લઈને બેટ-બોલ સુધીના ચિન્હો પર પણ ચૂંટણીઓ લડી છે. પરંતુ 1989માં પાર્ટીને ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ મળ્યું, જે આજ સુધી અકબંધ છે.

Back to top button