ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

100 વર્ષ લાંબુ આયુષ્ય મેળવનાર જાપાની લોકોની હેલ્થનું આખરે શું છે રહસ્ય?

Text To Speech
  • જાપાનમાં લગભગ 27 ટકા વસ્તીની ઉંમર તો 65 વર્ષ કરતા વધુ છે.
  • જાપાનમાં 50,000થી વધુ લોકો  100 વર્ષથી પણ વધુ જીવી રહ્યા છે.
  • જાપાનીઓ ખોરાકને લઇને ખુબ સતર્ક હોય છે.

ભારતમાં લોકો નાની ઉંમરમાં જ હાર્ટની બિમારીઓ અને હાર્ટ એટેકનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી આ રેશિયો વધ્યો છે. જાપાનમાં લગભગ 27 ટકા વસ્તીની ઉંમર તો 65 વર્ષ કરતા વધુ છે. જાપાનમાં 50,000થી વધુ લોકો એવા છે જેઓ 100 વર્ષથી પણ વધુ સમય જીવી રહ્યા છે. આવા સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે આખરે જાપાનના લોકો આટલુ લાંબુ જીવે છે તેનું રહસ્ય શું છે? આ દેશના મોટા ભાગના લોકો ખુશ છે અને વધતી ઉંમરમાં ફિટનેસ સાથે જીવી રહ્યા છે. જાણો તેમની હેલ્થનું આખરે કયુ છે કારણ?

 100 વર્ષ લાંબુ આયુષ્ય મેળવનાર જાપાની લોકોની હેલ્થનું આખરે શું છે રહસ્ય? hum dekhenge news

ખાય છે ઓછી કેલરી

જાપાનીઓ પોતાના ખોરાકને લઇને સતર્ક હોય છે. તેમના રોજના ખોરાકમાં બીજા લોકોના ખોરાક કરતા 25 ટકા કેલરી ઓછી હોય છે. ન્યુટ્રિશનની બાબતમાં તેઓ સમજુતી કરતા નથી. તેઓ હંમેશા હેલ્ધી ખોરાક ખાય છે. તેમના ખોરાકમાં કેલરીની માત્રા ખુબ ઓછી હોય છે.

 100 વર્ષ લાંબુ આયુષ્ય મેળવનાર જાપાની લોકોની હેલ્થનું આખરે શું છે રહસ્ય? hum dekhenge news

ડાયેટમાં સામેલ છે ગ્રીન ટી

જાપાની લોકોના ડાયેટમાં માછલી અને ગ્રીન ટી ખાસ હોય છએ. આ દેશના લોકો જે ચા પીવે છે તે આપણી ભારતીય ચા જેવી મીઠી હોતી નથી. ગ્રીન ટી શરીરમાં કેન્સર જેવા રોગના ખતરાને ઘટાડે છે. એક દિવસમાં 4-5 કપ ગ્રીન ટી પીનારા લોકોનો ડેથ રેટ 26 ટકા ઓછો હોય છે. ગ્રીન ટી મેટાબોલિઝમ પણ સ્ટ્રોંગ કરે છે. આ કારણે ડાયજેશન અને મેદસ્વીતા જેવી સમસ્યા થતી હોય છે.

શાકભાજી વધુ ખાય છે

જાપાની લોકોના સારા આરોગ્ય અને લાંબા આયુષ્યનું કારણ છે લીલા શાકભાજી અને પ્લાન્ટ બેઝ્ડ ફુડ. અહીંના લોકો બહુ ઓછુ રેડ મીટ ખાય છે. તેઓ માછલી ઉપરાંત ભાત ખાય છે. એક વખતના મીલમાં ચાર પ્રકારના શાકભાજી સામેલ કરે છે.

 100 વર્ષ લાંબુ આયુષ્ય મેળવનાર જાપાની લોકોની હેલ્થનું આખરે શું છે રહસ્ય? hum dekhenge news

સામાજિક કારણો પણ છે જવાબદાર

જાપાની લોકોની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનનું રહસ્ય સોશિયલ વેલ્યુ છે. આ લોકો હંમેશા એકબીજાની મદદ કરવાની સાથે સાથે હળી મળીને રહેવાનું પસંદ કરે છે. તેઓ પ્લાન્ટ અને જાનવરોની પણ સારી દેખભાળ કરે છે, તેથી તેમની મેન્ટલ હેલ્થ સારી રહે છે. તેઓ જુની વાતોને યાદ ન રાખીને આગળ વધવામાં માને છે.

આ પણ વાંચોઃ Twitterમાં વાદળી ચકલી પાછી ફરી, શ્વાન બન્યો માત્ર ૩ દિવસનો મહેમાન

Back to top button