મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું છે ફર્ક?
- 24 વર્ષની બંગાળી અભિનેત્રી મોતને ભેટી
- કેમ વધી રહ્યા છે નાની ઉંમરમાં કાર્ડિયાક એરેસ્ટના કેસ?
બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી એન્ડ્રિલા શર્માનું તાજેતરમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ થયુ છે. એન્ડ્રિલાની ઉંમર માત્ર 24 વર્ષ હતી. એવુ માહિતી મળી છે કે એન્ડ્રિલાને 15 નવેમ્બરે મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો બાદમાં તેને સીપીઆર પણ આપવામાં આવ્યુ, પરંતુ ત્યારબાદ મોડી રાતે વધુ એક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો જેના કારણે તેણે જીવ ગુમાવ્યો.
જાણકારી મુજબ એન્ડ્રિલાને એક નવેમ્બરે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી. એન્ડ્રિલા કેન્સર સર્વાઇવર પણ હતી. તેણે કેન્સર જેવી ખતરનાક બીમારીને બે વખત માત આપી છે.
આજના સમયમાં નાની ઉંમરમાં જ કાર્ડિયાક એરેસ્ટનો ખતરો વધી ગયો છે. ઘણી વાર લોકો કાર્ડિયાક એરેસ્ટના લક્ષણોને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દે છે. જે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.
શું હોય છે કાર્ડિયાક એરેસ્ટ
કાર્ડિયાક એરેસ્ટ એક જીવલેણ સ્થિતિ છે. તેમાં હાર્ટ અચાનક કામ કરવાનુ બંધ કરી દે છે. જો હાર્ટ કામ કરવાનું બંધ કરી દે તો લોહીને પંપ કરી શકતુ નથી અને થોડા સમયમાં જ તેની અસર આખા શરીર પર દેખાવા લાગે છે. ઇમરજન્સી સ્થિતિમાં CPR(કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) અને ડિફિબ્રિલેશનથી કાર્ડિયાક એરેસ્ટમાં થોડી મદદ મળી શકે છે. સીપીઆર તમારા ફેફસામાં પર્યાપ્ત ઓક્સિજન બનાવી રાખે છે. જો સમય પર સીપીઆર અને ડિફાઇબ્રિલેટર મળી જાય તો કાર્ડિયાક એરેસ્ટથી જીવ બચાવી શકાય છે.
કાર્ડિયાક એરેસ્ટના લક્ષણો
કાર્ડિયાક એરેસ્ટ આવે તે પહેલા શરીરમાં આ લક્ષણો જોવા મળે છે.
– બેભાન થવુ
– હાર્ટ રેટ વધી જવી
– છાતીમાં દુખાવો
– ચક્કર આવવા
– શ્વાસ લેવામાં તકલીફ
– ઉલ્ટી થવી
– પેટ અને છાતીમાં સાથે દુખાવો થવો
અચાનક કેમ આવે છે કાર્ડિયાક એરેસ્ટ
કાર્ડિયાક એરેસ્ટ હાર્ટ એટેકથી અલગ હોય છે. હાર્ટ એટેકમાં દિલના એક ભાગમાં લોહી પહોંચવાનુ બંધ થઇ જાય છે જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં દિલ અચાનક કામ કરવાનુ બંધ કરી દે છે. હાર્ટ એટેક ક્યારેક ક્યારેક ઇલેક્ટ્રિકલ સિસ્ટની ગરબડને ટ્રિગર કરે છે, જેનાથી અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવે છે. કાર્ડિયાક એરેસ્ટ આવે તે લોકોને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. બેભાન જેવા થઇ જાય છે. આવુ દિલની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગરબડ થવાના લીધે થાય છે. તેના કારણે હ્રદયનું પંપિંગ અવરોધાય છે. શરીરમાં બ્લડ ફ્લો રોકાઇ જાય છે.
આ પણ વાંચોઃ ફૂટબોલ વર્લ્ડ કપ – સમલૈંગિકોના સમર્થનમાં 8 ટીમ: કેપ્ટન બેન્ડ પહેરીને રમશે
કયા લોકોને કાર્ડિયાક એરેસ્ટનો સૌથી વધુ ખતરો
પહેલા આ પ્રકારની ઘટનાઓ મોટી ઉંમરે જોવા મળતી હતી, પરંતુ હવે 35થી 40 વર્ષની ઉંમરમાં પણ આવી ઘટનાઓ જોવા મળે છે. છેલ્લા થોડા સમયથી કાર્ડિયાક એરેસ્ટની ઘટનાઓ ખુબ જ વધી ગઇ છે.
આ રહ્યા તેના માટેના જવાબદાર કારણો
– સ્મોકિંગ
– બેડ કોલેસ્ટ્રોલ
– હાઇ બ્લડ પ્રેશર
– ડાયાબિટીસ
– માનસિક અને સામાજિક તણાવ
– વર્ક આઉટ ન કરવુ
– ઓબેસિટી
– શાકભાજી અને ફળો ઓછા પ્રમાણમાં ખાવા
– દારુનું વધુ માત્રામાં સેવન કરવુ