ભોગ અને પ્રસાદમાં શું અંતર છે? તેનું ધાર્મિક મહત્ત્વ શું છે?
- ધાર્મિક ગ્રંથો અનુસાર, પૂજા અને આરતી પછી ભગવાનને ચઢાવવામાં આવતી ખાવા પીવાની વસ્તુને ભોગ કહેવામાં આવે છે. ભોગ અને પ્રસાદ વચ્ચે અંતર છે.
હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓ છે. સવાર-સાંજે નિયમિત પૂજા કર્યા પછી આરતી કરવાની પરંપરા સદીઓ જૂની છે. ભગવાનની પૂજા કર્યા બાદ તેમને ભોગ ચઢાવવામાં આવે છે, શું તમે જાણો છો કે ભોગ અને પ્રસાદમાં શું તફાવત છે? ઘણા લોકો ભોગ અને પ્રસાદને એક સમાન માને છે, પરંતુ એવું નથી, બંને એકબીજાથી અલગ છે.
ભોગ શું છે?
ધાર્મિક ગ્રંથો અનુસાર, પૂજા અને આરતી પછી ભગવાનને ચઢાવવામાં આવતી ખાવા પીવાની વસ્તુને ભોગ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાનને સમક્ષ ભોગ રાખ્યા પછી તેને થોડો સમય ત્યાં જ રાખી દેવો જોઈએ, જેથી ભગવાન તેને ગ્રહણ કરી શકે.
પ્રસાદ શું છે?
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાનને જે ભોગ લગાવવામાં આવે છે અને થોડા સમય બાદ તેને ઉઠાવીને જે લોકોને
વહેંચવામાં આવે છે તેને પ્રસાદ કહેવાય છે. એટલે કે, ભગવાનને અર્પણ કરવામાં આવેલ ભોગ ભગવાને સ્વીકાર્યા બાદ પ્રસાદ બની જાય છે, જે તમામ ભક્તોમાં વહેંચવામાં આવે છે.
કેટલા સમય બાદ ખાવો જોઈએ ભગવાનનો ભોગ?
એવું માનવામાં આવે છે કે ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી, તમે ઓછામાં ઓછા 15 મિનિટથી અડધા કલાક પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરી શકો છો. જે રીતે આપણે આપણા ખોરાકનો સ્વાદ લઈને ધીમે ધીમે તેને ખાઈએ છીએ. તે જ રીતે ભગવાનને પણ ભોજનનો સમય આપવો જોઈએ. ભોગ એક વાર લઈ લીધા પછી તરત જ તેનું સેવન કરી લેવું જોઈએ.
આ પણ વાંચોઃ મોડી રાતે ખાવાની આદત નથી ને? મિડનાઈટ ક્રેવિંગ આપશે અનેક રોગ