ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

3, 4 અને 5 બ્લેડ વાળા પંખામાં શું છે ફર્ક? કયો છે તમારા ઘર માટે બેસ્ટ

Text To Speech
  • ઘર માટે સીલિંગ ફેન પસંદ કરતી વખતે ધ્યાન રાખો
  • ક્વોલિટી, ડિઝાઇન અને વિશેષતા જોઇને કન્ફ્યુઝ ન થશો
  • પંખો ખરીદતી વખતે મોટર પાવર પર પણ ધ્યાન આપો

ગરમીની સીઝનમાં ઘરને ઠંડુ રાખવા માટે જુના સીલિંગ ફેનને બદલવો એક બચતનો નિર્ણય સાબિત થઇ શકે છે. આવુ એટલે થાય છે કેમકે સીલિંહ ફેન પેડસ્ટલ પંખાની દુનિયામાં વધુ શક્તિશાળી છે અને એસીના બિલને પણ ઘટાડે છે.

સીલિંગ ફેન ખરીદતી વખતે તમારા ઘર માટે સૌથી સારો વિકલ્પ પસંદ કરવો આજના સમયમાં મુશ્કેલ છે, કેમકે માર્કેટમાં કેટલીયે ક્વોલિટી, ડિઝાઇન અને વિશેષતા વાળા ફેન ઉપલબ્ધ છે. ભલે ભારતના મોટાભાગના ઘરમાં 3 બ્લેડ વાળા પંખા લાગતા હોય, પરંતુ લોકો હવે અન્ય વિકલ્પને પણ ટ્રાય કરવાનું વિચારે છે. એક સવાલ અંગે લોકો કન્ફ્યુઝ પણ થાય છે કે સીલિંગ ફેનમાં કેટલી બ્લેડ હોવી જોઇએ. ઘર માટે પંખો ખરીદતી વખતે બ્લેડની સંખ્યા ઉપરાંત તેની પિચ અને મોટર પાવરનું પણ ધ્યાન રાખવુ જોઇએ.

3,4 અને 5 બ્લેડ વાળા પંખામાં શું ફર્ક હોય છે? કયો છે તમારા માટે બેસ્ટ hum dekhenge news

શું હોય છે ફર્ક?

3 બ્લેડ વાળા પંખામાં ઓછા પાર્ટ્સ હોય છે અને એનર્જીની સાથે હાઇ સ્પીડમાં ફરે છે. જેના કારણે ઇલેક્ટ્રીસિટી બિલ પર તેની વધુ અસર દેખાતી નથી. તે ચાલે ત્યારે અવાજ પણ ઓછો થાય છે. જોકે કેટલાક 3 બ્લેડ વાળા પંખા વધુ બ્લેડ વાળા પંખાની તુલનામાં વધુ અવાજ કરે છે. ઓછી સ્પેસ વાળા ઘર માટે આ ફેન સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

3,4 અને 5 બ્લેડ વાળા પંખામાં શું ફર્ક હોય છે? કયો છે તમારા માટે બેસ્ટ

4 બ્લેડ વાળા પંખા

4 બ્લેડ વાળા સીલિંગ ફેન એસીવાળા રૂમ માટે બહેતર ઓપ્શન માનવામાં આવે છે, કેમકે આ પંખા હવાને રૂમમાં ફેલાવવાનું કામ સારી રીતે કરે છે. તેના કારણે રૂમ જલ્દી ઠંડો થઇ જાય છે, પરંતુ 4 બ્લેડ વાળા પંખા 3 બ્લેડ વાળા પંખાની તુલનામાં ધીમી ગતિથી ચાલે છે અને તેની તુલનામાં મોંઘા પણ હોય છે. તેના માટે વધુ સ્પેસની પણ જરૂર પડે છે.

3,4 અને 5 બ્લેડ વાળા પંખામાં શું ફર્ક હોય છે? કયો છે તમારા માટે બેસ્ટ  hum dekhenge news

5 બ્લેડ વાળા પંખા

5 બ્લેડ વાળા સીલિંગ ફેન 3 અને 4 બ્લેડ વાળા પંખાની તુલનામાં ફરતી વખતે ઓછો અવાજ કરે છે. રૂમમાં એર સર્ક્યુલેશન માટે તે બેસ્ટ છે. તેની મુખ્ય વિશેષતા તેની ડિઝાઇન હોય છે. તે હોમ ડેકોરની સુંદરતા પણ વધારે છે. બેડરૂમ માટે તે બેટર ઓપ્શન માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ IB71 ફિલ્મ તમને સીટ પર ઉભા નહીં થવા દે, વિદ્યુત જામવાલની દમદાર એક્ટિંગ

Back to top button