ટ્રેન્ડિંગમનોરંજન

રહેમાન અને મોહિની ડેના ડિવોર્સ એક સાથે એનાઉન્સ થવાનું શું છે કનેક્શન? વકીલે આપ્યો જવાબ

  • સંગીતકાર એઆર રહેમાન અને તેના મ્યુઝિક બેન્ડની સભ્ય મોહિની ડેએ એક જ દિવસે ડિવોર્સની જાહેરાત કરી અને લોકોએ જાતજાતના અનુમાનો કર્યા

21 નવેમ્બર, મુંબઈઃ સંગીતકાર એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનુએ 19 નવેમ્બરના રોજ છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ કપલે તેમના 29 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન રહેમાનના મ્યુઝિકલ બેન્ડ સાથે પરફોર્મ કરનારી ગિટારિસ્ટ મોહિની ડેએ પણ સંયોગથી એજ દિવસે તેના ડિવોર્સની જાહેરાત કરી હતી, લોકો આ બંને વસ્તુને જોડી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર રહેમાન અને મોહિનીના અફેરની ચર્ચાઓ પણ ચાલી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક કનેક્શનની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં રહેમાન-સાયરાના વકીલે આ અંગે મૌન તોડ્યું છે અને સત્ય જણાવ્યું છે.

રહેમાનના છૂટાછેડા ગિટારવાદક મોહિની ડેના કારણે થયા હતા?

જ્યારથી રહેમાન અને મેહિની ડેએ લગભગ એક જ સમયે તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી, ત્યારથી સોશિયલ મીડિયા પર તેમની વચ્ચેના સંબંધની અટકળો શરૂ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયરા બાનુ અને એઆર રહેમાન વચ્ચે છૂટાછેડાનું કારણ મોહિની ડે હોઈ શકે છે. પરંતુ હવે લોકપ્રિય કપલના વકીલે આ અટકળો પર મૌન તોડ્યું છે અને કહ્યું છે કે મોહિની ડેને કપલના છૂટાછેડા સાથે કોઈ જ લેવાદેવા નથી.

 

View this post on Instagram

 

A post shared by ARR (@arrahman)

વકીલ વંદના શાહે સ્પષ્ટ કહ્યું છે કે એઆર રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડાને ગિટારવાદક મોહિની ડેના છૂટાછેડા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે સાયરા અને હેમાને છૂટાછેડાનો નિર્ણય જાતે જ લીધો છે અને તેનો અન્ય કોઈ સાથે કોઈ સંબંધ નથી. તેણે એ પણ જણાવ્યું કે રહેમાન અને સાયરા વચ્ચે નાણાકીય બાબતોને લઈને કોઈ ચર્ચા થઈ નથી. તેણે કહ્યું કે તેઓ ખૂબ જ ઈમાનદાર લોકો છે અને છૂટાછેડાના આ નિર્ણયને હળવાશથી લેવામાં આવ્યો નથી.

બંનેએ એક જ દિવસે છૂટાછેડાની કરી હતી જાહેરાત

રહેમાનના મ્યુઝિકલ બેન્ડની સભ્ય મોહિની ડેએ પણ 19 નવેમ્બરે પોતાના પતિ માર્ક હાર્ટસચ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા દ્વારા અલગ થવાની જાહેરાત કરતી વખતે તેણે કહ્યું હતું કે તે તેના પતિથી અલગ થઈ રહી છે, પરંતુ બંને આગામી પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. એઆર રહેમાને 19 નવેમ્બરે સાયરા બાનુ સાથે છૂટાછેડાની જાહેરાત પણ કરી હતી. તેમના છૂટાછેડાનું કારણ ભાવનાત્મક તણાવ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ ’35નો છું, સિંગલ થોડો રહીશ?’ રશ્મિકા સાથે અફેરના સમાચાર વચ્ચે વિજય દેવરાકોંડાએ મૌન તોડ્યું

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

Back to top button