ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

2024માં દેશ માટે સૌથી મોટો ખતરો શું છે? જાણો પૂર્વ સેના પ્રમુખોએ શું કહ્યું

  • 2024માં દેશ માટે સૌથી મોટો ખતરો શું છે? પાકિસ્તાન તરફથી, ચીન તરફથી અથવા આંતરિક?
  • પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે અને પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ મોટો ખુલાસો કર્યો

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: આગામી વર્ષ એટલે કે 2024માં દેશ માટે સૌથી મોટો ખતરો શું છે? પાકિસ્તાન તરફથી? ચીન તરફથી? કે આંતરિક? તેના પર પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે અને પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ મોટો ખુલાસો કર્યો છે. બંને સેના પ્રમુખોએ કહ્યું કે, આપણા લોકોને આ જોખમોની જાણ હોવી જોઈએ. દેશ અને ટેકનોલોજી પોતાનું કામ કરી રહ્યા છે.

જો છેલ્લા બે વર્ષની વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પાંચ લાખ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં લગભગ 18 હજાર લોકો માર્યા ગયા છે. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતનો ચીન અને પાકિસ્તાન સાથે સરહદ પર તણાવ યથાવત છે. તેવામાં આવતા વર્ષે દેશ માટે સૌથી મોટો ખતરો શું છે?

આ સવાલ પર ભારતીય સેનાના પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કહ્યું કે, દુનિયામાં જે થઈ રહ્યું છે તે દર્શાવે છે કે લડાઈ છુપાયેલી છે. તે ગમે ત્યારે થઈ શકે છે. તેથી રાષ્ટ્રએ હંમેશા લડાઈ માટે તૈયાર રહેવું જોઈએ. જો તમે શાંતિ ઈચ્છો છો તો હંમેશા યુદ્ધ માટે તૈયાર રહો. આ વાત એક રોમન ચિંતકે કહી હતી. દેશ સામે આવનારા જોખમો અંગે કૌટિલ્યએ કહ્યું હતું કે રાષ્ટ્ર સામે ચાર જોખમ છેઃ બાહ્ય, આંતરિક, બહારથી સમર્થન વાળા આંતરિક અને અંદરથી સમર્થન વાળા બાહ્ય. આંતરિક જોખમોને સમજવું તેની સામે લડવા કરતાં વધુ મુશ્કેલ છે. આપણી આંતરિક સુરક્ષાના પ્રશ્નો ઉકેલવા જોઈએ. જેથી દેશને કોઈ ખતરો ન રહે.

જૂઓ બપોર સુધીના ટૉપ-10 સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર

સાયબર ખતરો સતત વધી રહ્યો છે

પૂર્વ આર્મી ચીફ જનરલે કહ્યું કે, સાયબર ખતરો સતત વધી રહ્યો છે. જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે, તેમ જોખમોની સંભાવના પણ વધી રહી છે. આમાં વધારો થવાનો છે. તેના પર અમારી નજર છે. અમારી કાર્યવાહી ચાલુ છે. પરંતુ તેના વિશે વધુ વાત કરી શકતા નથી. આ દેશ માટે સારું નહીં હોય. સાયબર ધમકીઓથી બચવાના બે રસ્તા છે. આક્રમક અને રક્ષણાત્મક. આપણે રક્ષણાત્મક છીએ, એ પણ જરૂરી છે જેથી જાગૃતિ ફેલાય.

આંતરિક જોખમ હંમેશા રહે છે

ભારતીય વાયુસેનાના પૂર્વ વાયુસેનાઘ્યક્ષ આરકેએસ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, દેશને આંતરિક ખતરો હંમેશા રહે છે તેમજ તે વિકસિત થઈ રહ્યો છે. સસ્તા હથિયાર અને સસ્તા ડ્રોનના કારણે આગામી સમયમાં દેશમાં આતંકવાદી ગતિવિધીઓનું જોખમ વધી શકે છે. આપણે ચીન પ્રમાણે તૈયારી કરવી જોઈએ. નોન-સ્ટેટ એક્ટર્સની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તેમજ સાયબર ધમકીઓને ખૂબ જ કાળજીપૂર્વક જોવાની રહેશે. સમગ્ર દેશના પરિપ્રેક્ષ્યમાં સાયબર અને સ્પેસ પર ધ્યાન આપવું જોઈએ.

સંરક્ષણ સંબંધિત ખાનગી કંપનીઓએ સાવધાન રહેવું પડશે

દરેક વ્યક્તિએ સાયબર ખતરાથી સજાગ રહેવું જોઈએ. સૈન્ય ખૂબ જ ઝડપથી સમજે છે અને પગલાં લે છે. પરંતુ ખાનગી કંપનીઓએ તેમાં સંભાળવું જોઈએ. તેનાથી બચવાના ઉપાયો કરવા જોઈએ અને હંમેશા તેના માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો, મધ્યપ્રદેશમાં નવી સરકાર એક્શનમાંઃ ધાર્મિક સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકર પર પ્રતિબંધ

Back to top button