ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતના માર્કેટમાં ટેસ્લાનો એન્ટ્રી પ્લાન શું છે? કોની સાથે કરશે ભાગીદારી?

  • ભારતના માર્કેટમાં એન્ટ્રી માટે મસ્ક ઉત્સુક
  • ટેસ્લાએ રિલાયન્સ સાથે કરશે જોઈન્ટ વેન્ચર
  • કેન્દ્ર સરકારે પણ ઇ-વ્હીકલ માટે પોલીસી બનાવી છે

ભારતના આજે દુનિયાનો સૌથી વધારે વસ્તીવાળો દેશ છે.એટલા માટે ભારતીના માર્કેટમાં સૌ કોઈની નજર હોય તે સ્વાભાવિક છે.આથી ભારતીય માર્કેટમ પર ટેસ્લાના ઓનર એલન મસ્કની નજર ઘણા લાંબા સમયથી છે. ટેસ્લાની ભારતમાં એન્ટ્રી માટે અગાઉ પીએમ સાથે પણ મીટીંગ કરી છે.

લોકેશન માટે શોધમાં ટેસ્લા માલિક

મુકેશ અંબાણી અને એલન મસ્ક એક જોઈન્ટ વેન્ચર માટે હાથ મિલાવ્યા છે. આ બાબતે પ્રાથમિક ધોરણે વાતચીત પણ ચાલુ થઈ ગઈ છે. જો આ વાત આગળ વધે છે તો ભારતમાં ઇલેક્ટ્રીક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની યોજના પર રિલાયન્સ અને ટેસ્લા સાથે મળીને કામ કરી શકે છે.ભારતના માર્કેટને ધ્યાને રાખતા એલન મસ્ક પોતાની ટેસ્લા કાર સાથે એન્ટ્રી કરવાનું વિચારી રહ્યા છે.આ માટે એલન મસ્કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સાથે વાતચીતનો પ્રયાસ કરી રહ્યા છે. ઇલેક્ટ્રીક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં મેન્યુફેકચરીંગ પ્લાન્ટ માટે જમીનની શોધમાં છે જેના માટે ટેસ્લા કંપનીએ પોતાની એક ટીમને પણ કામે લગાડી છે. જો બધું સારી રીતે પાર પડે છે થો બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં ઇલેક્ટ્રીક કાર ઉત્પાદનનો પ્લાન્ટની યોજના પર કામ કરશે.

ભારતના માર્કેટ માટે ટેસ્લાનો પ્લાન

ટેસ્લાએ ભારતમાં પોતાના પ્લાન્ટ માટે લગભગ 2 બિલિયન ડોલર રોકાણ કરવાની યોજના બનાવી છે.જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત અને અન્ય કેટલાક રાજ્યો ટેસ્લાના આ પ્લાન્ટને પોતાના રાજ્યમાં લાવવા માટે રેસમાં છે. જોકે મહારાષ્ટ્રમાં બંદરોની સુવિધાને કારણે આ રેસમાં તે સૌથી મોખરે છે.પ્લાન્ટ માટેનું લોકેશન ફાઈનલ કરવા માટે ટેસ્લાએ રિલાયન્સ સાથે જોઈન્ટ વેન્ચર પર વાતચીત કરવા માટે પોતાની ટીમને ભારત વિઝીટ પણ કરાવી શકે છે.ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થાય એની લાંબા સમયથી રાહ પણ જોવાય રહી છે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ ટેસ્લાના માલિક એલન મસ્ક મીટીંગ કરી ચૂક્યા છે.જેથી આ વાત જલદી સાચી પડી શકે છે.ભારત સરકારે ઇલેક્ટ્રીક વાહનોના પ્રોડક્શનને વેગ આપવા માટે પોલીસી પણ ઘડી છે. આ પોલીસી અંતર્ગત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરનાર અને લોકલ મેન્યુફેક્ચરિંગ કરનારી કંપનીઓને ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત પણ આપવામાં આવશે.આ પોલીસીથી ટેસ્લાના એલન મસ્ક પણ ભારતના માર્કેટમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:  તમારી કાર માત્ર 4 રુપિયા પ્રતિ કિમીના ખર્ચે દોડશે, Reliance અને L&Tએ બનાવ્યો આ પ્લાન

Back to top button