શું છે સ્કીન પીલીંગ અને કેમ શિયાળામાં જ ઉદ્ભવે છે આ સમસ્યા ?
સામાન્ય રીતે તમે જોયું હશે કે, શિયાળામાં હાથ, આંગળીઓ અને હથેળીની ચામડી ઉખડી જતી હોય છે. આ થવું આમ તો સામાન્ય છે. ઘણીવાર આવું વરસાદની સિઝનમાં પણ થતું હોય છે. મુખત્વે આ સમસ્યા પાણીમાં કામ કરતા લોકોમાં વધું જોવા મળે છે. આ કારણો તો સામાન્ય છે. પરંતુ આ સિવાય આ સમસ્યા અન્ય કોઈ બીમારીના કારણે પણ પણ ઉદ્ભવતી હોય છે. તેમજ તે સનબર્ન, સૉરાયિસસ, એકરલ પીલિંગ સ્કિન સિન્ડ્રોમ, ક્યારેક તે ખંજવાળ અને લાલાશનું કારણ પણ બને છે.
1. વાતાવરણમાં બદલાવ
ઘણીવાર આ સ્કીન સબંધિત સમસ્યાનું કારણ વાતાવરણમાં પરિવર્તન પણ હોય છે. શુષ્ક સ્કીનને કારણે પણ ઘણીવાર ચામડી ફાટી જતી હોય છે. સ્કીનમાં આવતી શુષ્કતા અટકાવાવ અને સ્કીનને કોમળ અને મુલાયમ રાખવા માટે મોઈશ્ચરાઈજર નું ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત પરેસેવા અને તડકાને કારણે પણ આ સમસ્યા થતી હોય છે.
2. વારંવાર હાથ ધોવા
ઘણીવાર હાઈજીનને કારણે લોકો વારંવાર હઠ ધોતા હોય છે. જેણે લીધે ત્વચા સબંધિત આવી સમસ્યા ઉદ્ભવતી હોય છે. આલ્કોહોલયુક્ત પ્રોડકટ કે સેનેટાઈઝરનો ઉપયોગ પણ અ સમસ્યાનું કારણ બની શકે છે. ત્યારે જરૂરી સમયે હાથ ધોવા ખૂબ જરૂરી છે.
3. હાથમા ખરજવું
ઘણી વખત આંગળીઓ ફાટી જાય છે, પછી તેમાં ખંજવાળ આવે છે જેને કારણે તેમાં લાલાશ પણ આવે છે. આ ખરજવાના લક્ષણો હોઈ શકે છે. આ રીતે, તમારા હાથને નવશેકા પાણીથી ધોઈ લો અને હળવા સાબુનો ઉપયોગ કરો. હાથ ધોયા પછી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ અવશ્ય કરવો.
4. સૉરાયિસસ
જો તમને તમારા હાથ અને પગમાં આવા લક્ષણો દેખાય છે, તો તે પણ સૉરાયિસસ હોવાની શક્યતા છે. વાસ્તવમાં સૉરાયિસસ ઓવરએક્ટિવ ઇમ્યુન સિસ્ટમને કારણે થાય છે, કેટલીકવાર ત્વચાપર સોજો આવવાણી સમસ્યા પણ થાતી હોય છે. આમાં, ચામડીમાં મોટા પેચ થાય છે.’
આ પણ વાંચો : 1 લાખના બજેટમાં હનીમુન પ્લાન કરવુ હોય તો આ છે બેસ્ટ પ્લેસ
5. એકરલ પીલિંગ સ્કિન સિન્ડ્રોમ
આ એવી સમસ્યા છે, જે બાળપણમાં જ અસરગ્રસ્ત બાળકોમાં દેખાય છે. ચામડીનો ઉપરનો ભાગ નીકળી જાય છે. જો કે આવી સમસ્યામાં કોઈ દુખાવો થતો નથી.
6. એક્સ્ફોલિએટિવ કેરાટોલિસિસ
આ સમસ્યામાં પણ આંગળીઓ છોલાવા લાગે છે. તે પગના તળિયાને પણ અસર કરી શકે છે, ત્વચા શુષ્ક બને છે અને ફોલ્લાઓ પડે છે. આવી સ્થિતિમાં, લેક્ટિક એસિડ અને યુરિયા સાથે હાનિકારક સાબુ ડિટર્જન્ટ અને હેન્ડ ક્રીમથી દૂર રહો.
7. વિટામીન B3ની ઉણપ
વિટામીન b3 ની ઉણપને કારણે આંગળીઓની ચામડીનું ઉપરનું સ્તર નીકળી જાય છે, જે લોકોમાં B3 ઉણપ વધારે હોય તેમને પેલેગ્રા થઈ શકે છે. આમાં ત્વચા જાડી થઈ જાય છે અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થાય છે.
8. રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ
હાથમાં ઘણીવાર છાલા પડી જતા હોય છે. જેનું કારણ એ પણ છે આપણે વારંવાર કેમિકલયુક્ત ઉત્પાદનોના સંપર્કમાં આવીએ છીએ, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો સરળતાથી તેનાથી પ્રભાવિત થાય છે. તેથી જ વધુ રસાયણો ધરાવતા ઉત્પાદનોને ટાળવું વધુ સારું છે. ઉચ્ચ ગુણવત્તાની સ્કીન કેર પ્રોડક્ટ જ ત્વચા માટે સલામત છે.