ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

શતપાવલી શું છે? આ આયુર્વેદિક નિયમથી કૈટરિના પણ રહે છે હેલ્ધી

Text To Speech
  • આયુર્વેદમાં શતપાવલીનાં અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે તમારું પાચન સારું રાખે છે અને જીવનશૈલી સંબંધિત અનેક બીમારીઓથી પણ બચાવે છે

HD ન્યુઝ ડેસ્કઃ કેટરિના કૈફ હેલ્ધી રહેવા માટે આયુર્વેદની ઘણી પદ્ધતિઓ અપનાવે છે. તેના ન્યુટ્રિશનિસ્ટે થોડા દિવસ પહેલા જ આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે કેટરિના જમ્યા પછી 100 ડગલાં ચાલે છે, જેને શતપાવલી પણ કહેવાય છે. શતપાવલી એક મરાઠી શબ્દ છે. જેમાં શત એટલે સો અને પાવલી એટલે પગલાં. આયુર્વેદમાં શતપાવલીનાં અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે તમારું પાચન સારું રાખે છે અને જીવનશૈલી સંબંધિત અનેક બીમારીઓથી પણ બચાવે છે. અહીં જાણો જમ્યા પછી 100 ડગલાં ચાલવાના એટલે કે શતપાવલીના ફાયદા.

આયુર્વેદે કહ્યા અનેક ફાયદા

જો તમે જે ખાઓ છો તે બરાબર પચતું નથી તો તમને તેનું સંપૂર્ણ પોષણ મળતું નથી. હેલ્ધી રહેવા માટે એ જરૂરી છે કે ખોરાક યોગ્ય રીતે પચે અને તમારા શરીરની જરૂરિયાતો પૂરી થાય. યોગ્ય પાચન માટે આયુર્વેદમાં ઘણી પદ્ધતિઓ સૂચવવામાં આવી છે. શતપાવલી એક પ્રક્રિયા છે જે પાચન સાથે સંબંધિત છે, પરંતુ તેના ઘણા ફાયદા છે.

પાચન રાખશે સ્વસ્થ

જો તમને જમ્યા પછી પેટનું ફૂલવું, ભૂખ ન લાગવી, કબજિયાત જેવી પાચનની સમસ્યા હોય, તો જમ્યા બાદ 100 ડગલાં ચાલો.

શતપાવલી શું છે? આ આયુર્વેદિક નિયમથી કૈટરિના પણ રહે છે હેલ્ધી hum dekhenge news

શુગર લેવલ જળવાઈ રહેશે

આયુર્વેદ માને છે કે જમ્યા પછી 100 ડગલાં ચાલવાથી તમારું શુગર લેવલ જળવાઈ રહે છે. સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં એવા સમાચાર પણ પ્રકાશિત થયા છે કે દરેક જમ્યા પછી અમુક અંતર સુધી ચાલવાથી શુગર લેવલ વધતું નથી. જો તમે ટાઇપ 2 ડાયાબિટીસથી બચવા માંગતા હો, તો જ્યારે પણ તમે કંઇક ખાઓ છો ત્યારબાદ થોડુંક ચાલો.

મેટાબોલિઝમ સ્વસ્થ રહેશે

ખાધા પછી ચાલવાથી તમારું મેટાબોલિઝમ સુધરી શકે છે. જેના કારણે શરીરના અન્ય અંગો પણ સારા રહે છે. જો તમારું મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે તો તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.

આળસ આવતી હોય તો જરૂર ચાલો

જો તમે ખાધા પછી આળસ અનુભવો છો તો શતપાવલી વધુ ફાયદાકારક છે. જમ્યા પછી સીધા બેસીને અથવા સૂવાથી ભારેપણુંની લાગી શકે છે.

ઝડપી ચાલવાનું ટાળો

ધ્યાનમાં રાખો કે જમ્યા પછી તરત જ ઝડપથી ચાલવાનું કે બ્રિસ્ક વોક કરવાનું કે દોડવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ વરસાદમાં શાકભાજી ઝડપથી ખરાબ થઈ જતા હોય તો આ રીતે કરો સ્ટોર

Back to top button