સૌરાષ્ટ્ર તમિલ સંગમ શું છે? કેવી રીતેે દક્ષિણ અને ગુજરાતી સંસ્કૃતિ થઈ એકરૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમના 99મા એપિસોડમાં ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’નો ઉલ્લેખ કર્યો હતો. અને તેમને આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં એકતા અને ભાવના સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમના આયોજનનને લઈને વાત કરી હતી જેમા તેમણે જણાવ્યું હતુ કે 17થી 30 એપ્રિલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાશે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રનો તામિલનાડુ સાથે શું સંબંધ છે? તેને લઈને અનેક લોકોને પ્રશ્ન થતો હશે. ત્યારે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ શું છે અને તેનું શુ મહત્વ છે તેના વિશે તમામ વિગતો અમે તમને આપીશું.
જાણો ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ ‘ શું છે ?
સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો તમિલનાડુના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલ તરીકે ઓળખવામા આવે છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ એ એક સાંસ્કૃતિક ઉત્સવ છે. આ ઉત્સવ દ્વારા બંન્ને રાજ્યો વચ્ચે વાતચીત વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વડાપ્રધાનના જણાવ્યા મુજબ આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં એકતા અને ભાવના સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાવા જઈ રહ્યું છે.આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ 17થી 30 એપ્રિલ સુધી ચાલશે. અને આ 10 દિવસીય સંગમમાં ભાગ લેનાર તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ અને સ્થાનિક લોકોને કેવડિયા સહિત વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો લાભ મળશે. આમ આ કાર્યક્રમ કરીનો હેતું તમિલનાડુ અને ગુજરાત વચ્ચે સંપર્ક વધારવાનો છે.
17થી 30 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું આયોજન
આગામી 17થી 30 એપ્રિલ દરમિયાન આ સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ માટે તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓને આ કાર્યક્રમોમાં ભાગ લેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત 8 મંત્રીઓ તમિલનાડુમાં છે. અને આ 8મંત્રીઓ તલિતનાડુમા આઠ મોટા શહેરોમાં રોડ શો પણ કરશે. અને આ કાર્યક્રમ કરીને ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચે સંપર્ક વધારવાનો પ્રયત્ન કરશે.
તમિલનાડુમાં રહેતા લોકોએ વડાપ્રધાનને લખ્યો પત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવ્યુ હતુ કે તમિલનાડુના ઘણા લોકોએ આ પ્રસંગને લઈને પ્રશંસાના પત્રો લખ્યા છે.જેમાંથી મુદરાઈમાં રહેતા જયચંદ્રનજીએ ખૂબ જ ભાવનાત્મક વાત લખી છે. તેમણે લખ્યું કે હજાર વર્ષ પછી સૌપ્રથમવાર કોઈએ સૌરાષ્ટ્ર-તામિલ સંબંધો વિશે વિચાર્યું છે.સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુ આવેલા લોકોની દરકાર કરવામાં આવી છે. આ ચંદ્રનજીના શબ્દો હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.
10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
થોડા સમય પહેલા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતના બે મંત્રીઓની હાજરીમાં આ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી. અને આ વેબસાઈટ લોન્ચ થયા બાદ 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.GI