મહાકુંભમાં આવેલો સંગમ નોઝ શું છે? જ્યાં પહોંચવા માટે અફરાતફરી મચી ગઈ, જાણો શું છે તેનું મહત્ત્વ
પ્રયાગરાજ, 29 જાન્યુઆરી 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે ત્યારે મોટી દુર્ઘટના થઈ ગઈ, જ્યારે મૌની અમાવસ્યાના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સ્નાન કરવા માટે પહોંચી હતી. મોડી રાતે સંગમ નોઝ પર ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 10થી વધારે લોકોના મૃત્યુ થયા છે. કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ત્યારે આવા સમયે સવાલ એ થાય છે કે આખરે સંગમ નોઝ શું છે, જ્યાં ભારે ભીડ જોવા મળે છે, તેનું શું મહત્ત્વ છે
શું છે સંગમ નોઝ
હકીકતમાં જોઈએ તો, સંગમ નોઝ નામ એ જગ્યાના આકારના કારણે પડ્યું છે. પ્રયાગરાજમાં આ સંગમ નોઝને સ્નાન માટે સૌથી મહત્ત્વની જગ્યા માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં યમુના અને મિથકીય નદી સરસ્વતી ગંગાને મળે છે. મોટા ભાગના સાધુ સંતો આ જગ્યા પર સ્નાન કરે છે. શ્રદ્ધાળુ પણ આ જ જગ્યા પર સ્નાનને સૌથી વધારે મહત્ત્વ આપે છે.
સંગમ નોઝના વિસ્તારને દર વખતે વધારવામાં આવે છે. 2019ની તુલનામાં આવ ખતે ભીડને જોતા સંગમ નોઝનો વિસ્તાર વધાર્યો છે. જાણકારી અનુસાર, પહેલા અહીં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે દર કલાકે અહીં 50 હજાર લોકો સ્નાન કરી શકતા હતા, પણ આ વખતે મહાકુંભમાં દર કલાકે 2 લાખ લોકોના સ્નાન કરાવાની તૈયારી કરી છે.
આ જગ્યા પર પહોંચવા માટે ભાગદોડ મચી
શરુઆતમાં જે જાણકારી સામે આવી છે, તેમાં કહેવાય છે કે ભારે સંખ્યામાં લોકો આ સંગમ નોઝ પહોંચવા માગતા હતા. જેના કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ અને ભાગદોડ મચી ગઈ પણ પ્રશાસને પછી કેટલાય રસ્તા ખોલ્યા અને ભીડને ડાયવર્ટ કરી. જેના કારણે સ્થિતિ કાબૂમાં આવી ગઈ.
સીએમ યોગી અને કેટલાય સંતોઓ સંગમ નોઝ જતાં લોકોને રોક્યા
ભાગદોડ બાદ યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત કેટલાય સાધુ સંતોએ પણ ભક્તોને અપીલ કરી છે કે તેઓ સંગમ નોઝ ન જાય અને જે ઘાટ પર જગ્યા મળે અથવા જ્યાં હોવ ત્યાંથી સ્નાન કરી લો. હકીકતમાં મેળા વિસ્તારમાં સ્નાન માટે કેટલાય ઘાટ બનાવ્યા છે. પણ વધારે ભીડ સંગમ ઝોન પર જ જોવા મળે છે. ત્યારે આવા સમયે મૌની અમાવસ્યાની ભીડને જોતા લોકોને અન્ય ઘાટ પર સ્નાન કરવા માટે કહેવાયું છે.
આ પણ વાંચો: શ્રદ્ધાળુઓ કરતા VIP પર વધારે ધ્યાન આપવાનું પરિણામ,રાહુલ ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર
.