આજના ઇન્ટરનેટના યુગમાં દરેક લોકો ગૂગલનો ઉપયોગ કરે છે ત્યારે ઘણીવાર કોઈ ખાસ દિવસ નિમિત્તે ગૂગલના ડૂડલ ઉપર કોઈ ડીઝાઇન કે કાર્ટૂન મુકે છે આજે ગૂગલે સુંદર ફ્લોરલ ડૂડલ વડે સૌને નવરોઝની શુભેચ્છા પાઠવી. આજનું ડૂડલ આ પ્રાચીન અવકાશ ભાર મુકે છે જે વસંતની શરૂઆત દર્શાવે છે. વિશ્વભરમાં 300 મિલિયનથી વધુ લોકો દર વર્ષે આ દિવસે પુનર્જન્મની મોસમની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. ગૂગલે ડૂડલ પેજમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર (US)એ આ તહેવારને આંતરરાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી છે.
નવરોઝ એ સમયની આસપાસ ઉજવવામાં આવે છે જ્યારે દિવસો લાંબા થવાનું શરૂ થાય છે, આ ઘટનાને વસંત વિષુવ તરીકે ઉજવવામાં આવે છે. ભૌગોલિક રીતે, તહેવાર ઉત્તરીય ગોળાર્ધમાં વસંતના આગમનનું પ્રતિક છે અને સામાન્ય રીતે 21 માર્ચની આસપાસ થાય છે.
આ પણ વાંચો : હોળી 2023: દેશના વિવિધ રાજ્યોમાં રસપ્રદ રીતે ઉજવાય છે આ તહેવાર
ગૂગલ ડૂડલ પેજ પર એ વાતનો પણ ઉલ્લેખ છે કે સંયુક્ત રાષ્ટ્ર (US)એ આ તહેવારે આંતરરાષ્ટ્રીય રજા જાહેર કરી છે. પરિવારો મધ્ય પૂર્વ, દક્ષિણ કાકેશસ, કાળો સમુદ્ર બેસિન અને ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ એશિયામાં આ ખુસીઓના તહેવારની ઉજવણી કરી શકે એટલા માટે આંતરાષ્ટ્રીય રજા આપવામાં આવે છે.
આ પણ વાંચો : HOLI 2023 : ધારાસભ્ય રીવાબાએ પતિ રવીન્દ્ર જાડેજા સાથે રંગપર્વ ધૂળેટીની કરી ઉજવણી
ઘણી સંસ્કૃતિઓમાં, નવરોઝ નવા વર્ષની શરૂઆતનું એક પ્રતિક પણ છે – ભૂતકાળને પ્રતિબિંબિત કરવા, ભવિષ્ય માટેના ઈરાદાઓ નક્કી કરવા અને પ્રિયજનો સાથેના સંબંધોને મજબૂત કરવાનો સમય. કેટલીક સામાન્ય પરંપરાઓમાં સામેલ છે: નવા જીવનને સન્માન આપવા માટે ઇંડાને સુશોભિત કરવા, એક નવી શરૂઆત માટે ઘરની સફાઈ કરવી અને વસંતઋતુની શાકભાજી અને ઔષધિઓનો આનંદ માણવો.નૌરોઝ અથવા નવરોઝ એ ઈરાની નવા વર્ષનું નામ છે, જેને પર્સિયન નવા વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મુખ્યત્વે ઈરાનીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : તહેવારોની આ મોસમમાં ખરીદવું છે ઘરનું ઘર? આ સારી ઓફરનો મળી શકે છે લાભ..
ભારતમાં એવી જ રીતે ચૈત્ર પ્રતિપદાને અખંડ ભારતમાં ઉજવવામાં આવે છે. જે હિન્દુ નવા વર્ષ તરીકે ઓળખાય છે. મૂળભૂત રીતે પ્રકૃતિ પ્રેમનો ઉત્સવ છે. કુદરતના ઉદય, ઉમંગ, તાજગી, હરિયાળી અને ઉત્સાહનું મનોહર દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
પ્રાચીન પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સાથે નવરોઝ માત્ર ઈરાનમાં જ નહીં પરંતુ કેટલાક પડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. આ સાથે, ભારતમાં પારસી સમુદાય જેવા અન્ય કેટલાક વંશીય-ભાષી જૂથો પણ તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. તે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, કાકેશસ, કાળો સમુદ્ર બેસિન અને બાલ્કનમાં 3,000 થી વધુ વર્ષોથી ઉજવવામાં આવે છે. તે ઈરાની કેલેન્ડરના પ્રથમ મહિના (ફારવર્દિન)નો પ્રથમ દિવસ પણ છે.