મેસ્સીનું SBI સાથે શું છે કનેક્શન ? જાણો સમગ્ર મામલો !
ફિફા વિશ્વ કપની ફાઈનલને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે આ રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે વિશ્વ કપની ફાઈનલનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતના મોટાભાગના લોકો આર્જેન્ટિનાની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. ભારતમાં લોકો આર્જેન્ટિના કેપ્ટન લિયોનેલ મેસીને ખૂબ પ્રેમ કરે છે. આર્જેન્ટિના તરફથી રમતા મેસ્સીનો આ પાંચમો અને છેલ્લો વર્લ્ડ કપ છે.દરેક ફૂટબોલ પ્રેમી ઈચ્છે છે કે આર્જેન્ટિના આ વર્લ્ડ કપ જીતીને મેસ્સીને યાદગાર વિદાય આપે. આ જ કારણ છે કે આર્જેન્ટિના જ્યારે ફાઈનલમાં પહોચ્યું ત્યારે આખા દેશમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. મેસ્સી અને આર્જેન્ટીનાની ચર્ચાઓ સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ હતી. ભારતમાં સોશિયલ મીડિયા પર મેસ્સી ટ્રેન્ડ કરી રહ્યો છે. આ દરમિયાન, એક ચાહકે મેસ્સીનું ભારત સરકારની બેન્ક SBI સાથે અનોખું જોડાણ જોડ્યું છે.
આ પણ વાંચો : ફ્રાન્સ પાસે 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો મોકો, રવિવારે મહામુકાબલો
The reason why Indians are supporting Argentina ????????#argentina #fifa #indian #football#messi #sbi pic.twitter.com/3M6F0bSjgH
— shaqib Qureshi (@sakibkhanevents) December 15, 2022
શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, ટ્વિટ કરતી વખતે, ચાહકોએ બે તસવીરો પોસ્ટ કરી, એકમાં તેઓએ આર્જેન્ટિનાનો ફોટો મૂક્યો અને બીજીમાં SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)ની પાસબુકનો ફોટો મૂક્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ચાહકોનું માનવું છે કે SBI અને આર્જેન્ટિનાના ધ્વજમાં ઘણી સમાનતા છે, તેથી જ ભારતમાં લોકો મેસ્સી અને આર્જેન્ટીનાના ચાહકો છે. અત્રે ઉલ્લેખનીય છે કે SBIની પાસબુક પર ત્રણ પટ્ટાઓ છે. જેમાં ઉપર અને નીચેની પટ્ટીઓ આકાશી વાદળી અને વચ્ચેની પટ્ટી સફેદ છે. તે જ રીતે આર્જેન્ટિનાના ધ્વજ પર સમાન કલર પેટર્ન પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં લોકોએ આર્જેન્ટિના અને ભારત વચ્ચેના જોડાણને જોડી દીધું છે.
વર્લ્ડ કપમાં અત્યાર સુધી આર્જેન્ટિના
ફિફા વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા સામે મળેલી હાર બાદ મેસ્સીની ટીમે જે રીતે ટૂર્નામેન્ટમાં વાપસી કરી છે તેણે બધાને દિવાના બનાવી દીધા છે. આ વર્લ્ડ કપમાં મેસ્સી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે આખી ટુર્નામેન્ટમાં કુલ 5 ગોલ કર્યા છે. મેસ્સીના ફોર્મ પરથી લાગી રહ્યું છે કે આર્જેન્ટિનાની ટીમ આ વર્લ્ડકપ પોતાના નામે કરી શકે છે. બીજી તરફ ભારતમાં બેઠેલા મેસ્સીના ચાહકોને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.