ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઈન્સ્યુલિન શું હોય છે, શરીરની અંદર કેવી રીતે બને છે અને ડાયાબિટીસથી બચવા કેમ છે જરૂરી?

  • લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરવા ઉપરાંત, ઇન્સ્યુલિન શરીરની અંદર ચરબી બચાવવાનું કામ કરે છે. જેથી શરીર જરૂર પડ્યે આ ચરબીનો ઉપયોગ કરી શકે

ઈન્સ્યુલિન એક પ્રકારનું હોર્મોન છે, જે શરીરની અંદર કુદરતી રીતે બને છે. તે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જો શરીરની અંદર ઈન્સ્યુલિન યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી અથવા તે તેનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી તો વ્યક્તિ ડાયાબિટીસના દર્દી બની શકે છે. ડાયાબિટીસથી બચવા માટે શરીરમાં ઈન્સ્યુલિનનું યોગ્ય ઉત્પાદન જરૂરી છે.

ઇન્સ્યુલિન શરીરમાં ઘણા કામ કરે છે

  • લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરવા ઉપરાંત, ઇન્સ્યુલિન શરીરની અંદર ચરબી બચાવવાનું કામ કરે છે. જેથી શરીર જરૂર પડ્યે આ ચરબીનો ઉપયોગ કરી શકે.
  • લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવાની સાથે, ઈન્સ્યુલિન શરીરના દરેક કોષમાં ઊર્જા પહોંચાડવાનું પણ કામ કરે છે. એટલે કે, તે દરેક કોષને મર્યાદિત માત્રામાં ગ્લુકોઝ પહોંચાડે છે.
  • આપણા શરીરને સક્રિય રાખવા માટે ઈન્સ્યુલિનનું ઉત્પાદન અને તેનું શોષણ બંને ખૂબ જ જરૂરી છે. જો આ પ્રક્રિયામાં કોઈ સમસ્યા હોય તો વ્યક્તિ થાક અને બેચેની અનુભવે છે.
  • ઈન્સ્યુલિન મેટાબોલિક પ્રક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે. ઈન્સ્યુલિનનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે અને તેની કાર્યક્ષમતાના આધારે તે ઘણા પ્રકારના હોય છે.

ઈન્સ્યુલિન શું હોય છે, શરીરની અંદર કેવી રીતે બને છે અને ડાયાબિટીસથી બચવા કેમ છે જરૂરી? hum dekhenge news

જાણો કેવી રીતે બને છે ઈન્સ્યુલિન?

ઈન્સ્યુલિન આપણા સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. ખોરાક ખાધા પછી, જ્યારે લોહીમાં ખાંડ અને ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, ત્યારે વધેલી શુગરને નિયંત્રિત કરવા માટે ઈન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓને ઈન્સ્યુલિનની જરૂર કેમ છે?

જે લોકોને ટાઈપ-1 ડાયાબિટીસ હોય છે તેમના પેનક્રિયાઝમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરનારી બીટા કોશિકાઓ નષ્ટ થવાના કારણે ઈન્સ્યુલિન બની શકતું નથી. જે લોકોને ટાઇપ-2 ડાયાબિટીસ હોય છે, તેમના શરીરમાં ઈન્સ્યુલિન બને તો છે, પરંતુ તે એટલું અસરકારક હોતું નથી. તેથી ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન (ના ઈન્જેક્શન) લેવાની જરૂર પડે છે.

ડાયાબિટીસ અને ઈન્સ્યુલિનના ઇન્જેક્શન

ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલ કરવા માટે જે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરે છે તેની કાર્યક્ષમતા શરીરમાં બનનારા ઈન્સ્યુલિન કરતા અલગ હોય છે. આ ભિન્નતા ઈન્સ્યુલિનના પ્રભાવના આધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓ સામાન્ય રીતે ઈન્જેક્શનની મદદથી ઈન્સ્યુલિન લે છે.

  • એક ઈન્સ્યુલિન એ હોય છે જે ઈંજેક્શન લગાવ્યાના 15 મિનિટમાં અસર બતાવવાનું શરૂ કરી દે છે અને લગભગ ચાર કલાક સુધી શરીરમાં ઈન્સ્યુલિનની કમીને પૂર્ણ કરે છે.
  • બીજું ઇન્સ્યુલિન તે છે જે ઇન્જેક્શન લાગ્યાની લગભગ 30 મિનિટ પછી અસર બતાવવાનું શરૂ કરે છે અને તે લગભગ 6 કલાક સુધી શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપને પૂર્ણ કરે છે.
  • ત્રીજું ઈન્સ્યુલિન એવું છે જે ઇન્જેક્શનના 2 કલાક પછી અસર બતાવવાનું શરૂ કરે છે અને તેની અસર શરીરમાં 12 કલાક સુધી રહે છે.
  • ચોથું ઇન્સ્યુલિન એ છે જે ઈન્જેક્શનના એક કલાક પછી અસર બતાવવાનું શરૂ કરે છે અને તે 24 કલાક સુધી શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપને પૂર્ણ કરે છે.

આ પણ વાંચોઃ PM મોદીએ જે આસન કરવાની સલાહ આપી તે શશાંકાસનના શું છે ફાયદા? જૂઓ Video

Back to top button