IIM બિલ શું છે? સંસદમાંથી પાસ થયા પછી રાષ્ટ્રપતિને મળશે નવી શક્તિઓ; જાણો કઈ
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી આઈઆઈએમ બિલ (IIM Bill) પાસ થઇ ગયું છે. આ બિલના પાસ થયા પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) મેનેજમેન્ટની જવાબદારી રાષ્ટ્રપતિને આપી દેવામાં આવી છે. બિલ પાસ થયા પછી રાષ્ટ્રપતિ આઈઆઈએમની વિઝિટર એટલે કુલાધ્યક્ષ હશે. હવે ભારતના રાષ્ટ્રપતિ પાસે આઈઆઈએમના કામકાજની ઓડિટ કરવા, તપાસનો આદેશ આપવા અને નિર્દેશકોને નિયુક્ત કરવાની સાથે હટાવવાની પણ શક્તિ પણ આવી ગઈ છે. જણાવી દઈએ કે પહેલાથી જ રાષ્ટ્રપતિ આઈઆઈટી અને એનઆઈટીના વિઝિટર છે. જોકે, આ બિલ થકી તેમને અન્ય વધારાની શક્તિઓ પ્રદાન કરવામાં આવી છે. આઈઆઈએમ બિલને કાયદો બનાવવા માટે મહામહિમ દ્રૌપદી મુર્મૂ સામે રજૂ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપિતને આપવામાં આવ્યા અધિકાર
લોકસભામાં બિલ રજૂ કરતી વખતે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ બિલનો હેતુ સંસ્થા પાસથી શૈક્ષણિક જવાબદારીને છીનવી લેવાનો નથી પરંતુ આનાથી મેનેજમેન્ટને સુનિશ્ચિત કરવાનું છે. કેન્દ્ર સરકારે આઈઆઈએમને 6,000 કરોડના ખર્ચે બનાવી છે. ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં કહ્યું કે, વર્તમાન વ્યવસ્થા હેઠળ રાષ્ટ્રપતિ આઈઆઈટી અને એનઆઈટીના વિઝિટર પણ છે પરંતુ આ સંસ્થાઓની શૈક્ષણિક સ્વતંત્રતા પર કોઈ જ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો નથી.
તેમને આગળ કહ્યું કે, વિઝિટર કોઈપણ સંસ્થાનું કામ અને પ્રગતિની સમીક્ષા કરવા, તેના કેસોની તપાસ કરવા અને વિઝિટર દ્વારા નિર્દેશિત રીતોથી રિપોર્ટ કરવા માટે એક અથવા તેનાથી વધારે વ્યક્તિઓને નિયુક્ત કરી શકે છે. બોર્ડ વિઝિટરને તે સંસ્થા વિરૂદ્ધ યોગ્ય તપાસની ભલામણ કરી શકે છે, જે અધિનિયમના માપદંડો-જોગવાઇઓ સહિત હેતુઓ અનુસાર કામ કરી રહ્યાં નથી.
અત્યાર સુધી શું હતી વ્યવસ્થા
જણાવી દઇએ કે, હાલમાં આઈઆઈએમના નિર્દેશકની નિયુક્ત સર્ચ કમ સિલેક્શન કમિટીની ભલામણોના આધાર પર બોર્ડ ગવર્નર્સ દ્વારા કરવામાં આવે છે. સંસદમા પસાર કરેલા આ બિલ પછી બોર્ડને સંસ્થાઓના નિર્દેશક નિયુક્ત કરવાથી પહેલા વિઝિટરની મંજૂરી લેવાનો આદેશ આપે છે. આઈઆઈએમ પોતાની ફેકલ્ટી અને પાઠ્યક્રમના વિષયોમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે. 2017ના નિયમ અનુસાર, આઈઆઈએમના બોર્ડ ઓફ ગવર્નર્સમાં 19 સભ્ય હોય છે, જેમાંથી બે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય છે, જ્યારે 17 અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે પસંદગી કરવામાં આવે છે.
આ પણ વાંચો-આ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ગેરમાર્ગે દોરવા માટે લાવવામાં આવ્યું; અમિત શાહે વિપક્ષની કાઢી ઝાટકણી