ટોપ ન્યૂઝવર્લ્ડ

શું થઈ રહ્યું છે આ ? હવે અફઘાનિસ્તાનમાં પણ વહેલી સવારે ભૂકંપ, તો તુર્કીમાં પણ ફરી આંચકો

Text To Speech

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપના કારણે લાખો પરિવાર વેરવિખેર થયા છે. આજે 13 ફેબ્રુઆરી સુધીમાં ત્યાં ભૂકંપના કારણે 34 હજારથી વધારે લોકોના મોત થયા છે અને લગભગ 1 લાખ લોકો ઘાયલ થયા છે. ત્યારે સોમવારે સવારે અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજી સુધી કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 6.47 વાગ્યે આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.3 હતી. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 100 કિમી દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. દેશમાં એક મહિનામાં આ બીજો ભૂકંપ છે. આ પહેલા ભારતના સિક્કમમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. તો તુર્કીમાં પણ ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી છે. USGS મુજબ, ભૂકંપ તુર્કીના કહરામનમારસથી 24 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ (SSE) દૂર આવ્યો હતો.

આ પણ વાંચો : તુર્કીમાં વિનાશક ભૂકંપ બાદ હજારો લોકોએ ઘર છોડી દીધું, એરલાઈન્સ આપી રહી છે ફ્રી ટિકિટ

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દુનિયાના ઘણા દેશોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગત સોમવારે આવેલા વિનાશક ભૂકંપના કારણે તુર્કી-સીરિયામાં 34000થી વધુ લોકોના મોત થયા હતા. તે જ સમયે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતના ઘણા રાજ્યોમાં સતત ભૂકંપ આવી રહ્યો છે. સિક્કિમમાં પણ આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આસામમાં ગયા રવિવારે ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના કચ્છ શહેરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.

આ પણ વાંચો : પૂર્વોત્તર રાજ્ય સિક્કિમ વહેલી સવારે ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 29,000થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ, જો આપણે સીરિયાની વાત કરીએ તો અહીં મૃત્યુઆંક 4,500 છે. એટલે કે તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે કુલ મળીને 34 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 92,600થી વધુ લોકો ઘાયલ થયા છે.

Back to top button