ટ્રેન્ડિંગવર્લ્ડ

ન્યૂયૉર્કની મેટ્રોમાં આ શું થઈ રહ્યું છે ? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Text To Speech

ન્યૂયૉર્ક, 24 નવેમ્બર: તમે મેટ્રોમાં મુસાફરી તો કરી જ હશે. તમેને એ પણ ખબર જ હશે કે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. મેટ્રોની અંદર મુસાફરોને મ્યુઝિક વગાડવા, ફ્લોર પર બેસવાની તેમજ ખાવા-પીવાની મંજૂરી નથી હોતી. આ એટલા માટે મંજુરી આપવામાં આવતી નથી કે મેટ્રો ટ્રેનમાં ગંદી ન થાય અને અન્ય મુસાફરી કરી રહેલા મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ એવું લાગે છે કે ન્યુયોર્ક મેટ્રોમાં આવા કોઈ નિયમ લાગુ પડતો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને તમે પણ આવું જ વિચારશો.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

23 નવેમ્બર, 2023ના રોજ સોશિયલ મીડિયા પર ન્યૂયોર્ક મેટ્રોનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 6.5 મિલિયન લોકોએ જોયો છે અને 5.4 હજારથી વધુ લોકોએ તેને રિપોસ્ટ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેટ્રોની અંદર એક ટેબલ પર ઘણું બધું ફૂડ સજાવેલું છે અને લોકો મસ્તી કરતાં કરતાં તેને ખાઈ રહ્યા છે. વીડિયો જોયા પછી એવું લાગે છે કે આ કોઈ મેટ્રો ટ્રેન નથી પણ રેસ્ટોરન્ટ છે જ્યાં લોકો પાર્ટી કરી રહ્યા છે.

જુઓ વાયરલ વીડિયો

 

વીડિયો જોયા પછી લોકોએ શું કહ્યું ?

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @kirawontmiss નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે – ન્યૂયોર્કમાં શું ચાલી રહ્યું છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- ન્યૂયોર્ક આ દુનિયાનું એકમાત્ર શહેર છે જ્યાં આવું કંઈક થાય છે. અન્ય એક યુઝરે લખ્યું- આ મારા જીવનમાં અત્યાર સુધીની સૌથી વિચિત્ર વસ્તુ છે. અન્ય યુઝરે લખ્યું- આ બધું શું થઈ રહ્યું છે?

આ પણ વાંચો: ચીનમાં ફરી વાયરસઃ ભારતના આરોગ્ય મંત્રાલયની આ નવી બીમારી પર ચાંપતી નજર

Back to top button