H1B વિઝા શું છે, કેમ ભારતીયો માટે છે આ ખાસ
HD એક્સપ્લેનેશન ડેસ્કઃ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે H1B વિઝા પર વાતચીત થઈ હતી, હવે અમેરીકામાં રહેતા ભારતીયોને H1B વીઝા માટે હવે અમેરીકાની બહાર નહીં જવું પડે. અમેરિકા અને ભારતમાં H-1B વિઝા હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ખરેખર, H-1B દ્વારા ભારતીયો માટે અમેરિકા જવું અને ત્યાં રહેવું સરળ બની જાય છે. ચાલો જાણીએ આ H-1B વિઝા શું છે અને કોને મળે છે?
H-1B વિઝા શું છે?: દરેક વ્યક્તિ જાણે છે કે વિદેશ જવા માટે વિઝા જરૂરી છે. વિવિધ દેશો વિવિધ પ્રકારના વિઝા આપે છે. તેવી જ રીતે અમેરિકા પણ એવા લોકોને H-1B વિઝા આપે છે જેઓ ત્યાં કામ કરવા જાય છે. આ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. અમેરિકન કંપનીઓ તેમના વિદેશી કર્મચારીઓ માટે આ વિઝા આપે છે. આ વિઝા ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 101 (A) (15) (H) હેઠળ જારી કરવામાં આવે છે. તેની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે વર્ષ 1990માં કરી હતી. તે લગભગ ત્રણ વર્ષ માટે માન્ય છે. જો કે, તેની અવધિ 6 વર્ષ સુધી વધારી શકાય છે.
H-1B ગ્રીન વિઝા માટે જરુરીઃ જેમના વિઝાની મુદત પૂરી થાય છે, તેમણે પછી અમેરિકામાં નાગરિકતા માટે અરજી કરવી પડશે. કોઈપણ વિદેશી નાગરિક H-1B વિઝા માટે નોંધણી કરાવી શકે છે, ત્યારબાદ તેને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. પરંતુ જેમના વિઝાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે, તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવતું નથી. H-1B વિઝા ધારક તેની પત્ની અને બાળકો સાથે યુએસમાં રહી શકે છે.
H-1B વિઝા માટે કોણ અરજી કરી શકે છે?: H-1B મેળવવા માટે, અરજદાર પાસે 12 વર્ષનો કાર્ય અનુભવ હોવો આવશ્યક છે. જો કે, તેને કેટલીક શરતો સાથે મુક્તિ પણ મળી શકે છે. આ સાથે, જે નોકરી માટે અરજદારને બોલાવવામાં આવ્યો છે તેમાં તમારે નિપુણ હોવું જોઈએ. વાર્ષિક પગાર અંગે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. સમગ્ર પ્રક્રિયા પછી, છેલ્લામાં 2 ઇન્ટરવ્યુ શેડ્યૂલ છે, જેમાંથી એક યુએસ એમ્બેસીમાં યોજાય છે. તમામ પાત્રતા પૂરી થયા પછી જ વિઝા આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ અહીં હનુમાનજીની માનતા રાખવાથી વિઝા મળતા હોવાની આસ્થા, જાણો ક્યાં છે આ મંદિર