શું છે ગુજરાત રાજ્યસભા ચૂંટણીના સમીકરણ? જાણો કેવી રીતે બને છે રાજ્યસભા
હમ દેખેગે ડેસ્ક ન્યૂઝ: રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપે પોતાના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે આજે રાજ્યસભાની ચૂંટણી માટે બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી સમુદાયના બાબુ દેસાઈને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.જ્યારે બીજી સીટ પર કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે. આ પહેલા એસ.જયશંકરને રાજ્યસભાના ઉમેદવાર તરીકે રિપીટ કર્યા હતા.
રાજ્યમાં એકવાર ફરીથી રાજ્યસભાની ચૂંટણીઓના ભણકારા શરૂ થઈ ગયા છે. જોકે, આ ચૂંટણી કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભા જેટલી રસપ્રદ હોતી નથી. કારણકે આમાં જનતાનું સીધું કોઇ જ જોડાણ હોતું નથી. આમા જે મતદાતા હોય છે એ ચૂંટાયેલાં પ્રતિનિધિઓ હોય છે. તેથી આ ચૂંટણી થોડી અલગ પ્રકારની ચૂંટણી છે.
રાજકીય રીતે અને સરકારની દ્રષ્ટીએ આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનિય છે કે, આગામી ઓગષ્ટમાં ગુજરાતમાં રાજ્યસભાના 3 સાંસદોની ટર્મ પુરી થઈ રહી છે. તેથી તેમની જગ્યાઓ ભરવા માટે બીજેપીએ પોતાના ઉમેદવારોની નામ જાહેર કરી દીધા છે, તો બીજી તરફ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઇ રહ્યું છે કે, કોંગ્રેસ આ વખતે રાજ્યસભાની ચૂંટણી લડ્યા વગર જ બહાર થઈ જશે. અસલમાં રાજ્યસભાની ચૂંટણીના કેટલાક નિયમો હોવાના કારણે કોંગ્રેસ પોતાની ઉમેદવારી નોંધાવી શકતી નથી.
આ પણ વાંચો-કોણ છે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલા? ભાજપે શા માટે કરી પસંદગી
ઓગષ્ટ મહિનામાં રાજ્યસભાના ત્રણ સાંસદોની મુદત પૂર્ણ થઇ રહી છે. કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછુ હોવાથી ત્રણેય બેઠકો ભાજપને ફાળે જશે. જોકે, ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પહેલીવાર એવુ બનશેકે, કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી જ લડવા નહી મળે. કારણકે, કોંગ્રેસ પાસે પુરતુ સંખ્યા બળ જ નથી.
શું છે રાજ્યસભાના સમીકરણ?
હાલની સ્થિતિએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી લડવા માટે 45 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. એ મુજબ પાંચ વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં રાજ્યસભાની એકેય બેઠક નહીં મેળવે.
હાલ ગુજરાત વિધાનસભાની સ્થિતિને જોતા રાજ્યસભાની ચૂંટણીનુ અંકગણિત માંડીએ તો 182 બેઠકો આધારે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. જયારે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ જોતાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી મેદાનમાં જ ઉતરી શકે તેમ નથી.
આ પણ વાંચો-જાણો કોણ છે બાબુ દેસાઈ જેના પર ભાજપે ખેલ્યો છે દાવ
કોંગ્રેસને જોવી પડશે 5 વર્ષ સુધી રાહ
ગુજરાતમાં જે પ્રકારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સાવ ઓછું છે એ જોતા તેમને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યસભા ચૂંટણીમાં મોકો જ નહીં મળે. ટેકનિકલી રીતે જોઇએ તો આંકડા એ દિશામાં ઈશારો કરે છેકે આગામી પાંચ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસને રાજ્યસભામાં એકેય બેઠક મળશે નહીં.
કોંગ્રેસ પાસેથી બે બેઠકો પણ છીનવાઇ જશે
એપ્રિલ- 24માં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થશે જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આ બે બેઠકથી પણ હાથ ધોઇ નાંખવા પડશે.
શું છે ગુજરાત રાજ્યસભાનું ગણિત
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે. હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો માંથી 8 ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસ પાસે છે. ભાજપના 2 અને કોંગ્રેસના 2 મળીને અન્ય ચાર સાંસદોની મુદત એપ્રિલ-2024માં પૂરી થવાની છે. જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે.
ભાજપના આ 3 સાંસદોની ટર્મ ઓગસ્ટમાં થઈ રહી છે પુરી
1. એસ. જયશંકર
2. જુગલજી ઠાકોર
3. દિનેશચંદ્ર અનાવડિયા
ભાજપના ત્રણ નવા ઉમેદવાર
1. એસ. જયશંકર
2. બાબુ દેસાઈ
3. કેસરીસિંહ ઝાલા
રાજ્યસભામાં ગુજરાતના 3 સાંસદોની મુદત પૂરી થઈ રહી છે. જેમાં 6ઠ્ઠી જુલાઈ-2019માં રાજ્યસભામાં ભાજપના સભ્ય તરીકે ચૂંટાયેલા 1 એસ. જયશંકર (2) જુગલજી ઠાકોર અને (3) દિનેશચંદ્ર અનાવડિયાની મુદત 18મી ઓગસ્ટ-2023ના રોજ પૂરી થઇ જશે. તેથી રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકો માટે ચૂંટણી થશે. ઉલ્લેખનિય છે કે, એસ. જયશંકરે ઉમેદવારી ફોમ ભરી લીધું છે. જોકે, તે વખતે બીજેપી દ્વારા બે નામો પર સસ્પેન્શ રાખ્યું હતું પરંતુ આજે તે સસ્પેન્શ પણ ખત્મ કરી દેવામાં આવ્યું છે.
આ ચૂંટણીમાં ધારાસભ્યોને વોટ આપવાનો અધિકાર હોવાથી અને ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસની સભ્ય સંખ્યા જોતા આ ત્રણેય બેઠકો ફરીથી ભાજપ હાંસલ કરશે. સંભવતઃ ઓગસ્ટ મહિનામાં યોજાનારી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં ભાજપ બે નવા ચહેરાઓને સ્થાન આપી દીધું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરનું સ્થાન ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો-ગુજરાતમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર
રાજ્યસભાનું માળખું
બંધારણ પ્રમાણે દેશમાં રાજ્યસભાની કુલ 250 બેઠકો છે. એટલેકે, કુલ 250 લોકો રાજ્યસભાના સાંસદ છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરે છે. આ સાંસદોની મુદત 6 વર્ષની હોય છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.
કેવી રીતે બને છે રાજ્યસભા? (State Assembly)
રાજ્યસભાની સભ્યોની ચૂંટણી જુદાં જુદાં રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250ની નક્કી કરવામાં આવી છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેનું સંપૂર્ણ વિજર્સન થતું નથી. દર બે વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે.
રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઇ શકે છે પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતાં પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. સંસદનું આ ગૃહ લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે. આમ રાજ્યસભાની ભૂમિકા મહત્વની છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ (Chairman) કહે છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે.
આ પણ વાંચો-બ્રેકિંગ: મનાલી ગયેલા ગુજરાતના 14 બાઈકર્સ લાપતા: શક્તિસિંહે પીએમ મોદીને શોધવા માટે કરી અપીલ