શું ચાલી રહ્યું છે ? પુત્રી બાદ માતા પણ ઋષભ પંતના રિકવરી માટે કરી રહ્યી છે પ્રાર્થના !

ઉર્વશી રૌતેલા બાદ હવે તેની મમ્મી પણ મેદાનમા આવી છે. ઉર્વશી રૌતેલાના મમ્મી હાલમા ઘાયલ થયેલ ઋષભ પંતને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેને કારણે કેટલાક યુઝર્સે ઉર્વશીની માતાના પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : કેમ તાલિબાને પાકિસ્તાનને યાદ કરાવ્યું ભારત સાથેનું 1971નું યુદ્ધ ? તસવીર શેર કરી આપી ધમકી
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણીવાર ક્રિકેટર રિષભ પંતને લઈને ટ્રોલીંગનો શિકાર બની છે. તેના અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે રિલેશનશીપ હોવાનું માનવમાં આવતું હતું. જો કે, આ વખતે અભિનેત્રીની માતા મીરા રૌતેલા પણ ટ્રોલ થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઉર્વશી રૌતેલાની માતા મીરા રૌતેલાએ હાલમાં જ અકસ્માતમાં ઘાયલ ઋષભ પંતને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના માટે કેટલાક યુઝર્સે તેણીને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઋષભ પંતનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો જેમાં તે માંડ માંડ બચ્યો છે. હાલમાં ક્રિકેટર દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
View this post on Instagram
ઉર્વશી અને ઋષભ પંતના રિલેશન હોવાની અફવા અને ઉર્વશી દ્વારા મૂકવામાં આવતી પોસ્ટના કારણે ઘણી વખત તે ટ્રોલીંગનો શિકાર બની છે. તેના બાદ હવે તેની માતા મીરાની આ પોસ્ટ વિશે વાત કરીએ તો તેમણે ખાસ ઋષભ માટે લખી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘એક તરફ સોશિયલ મીડિયાની અફવા અને બીજી તરફ સ્વસ્થ રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તરાખંડનું નામ રોશન કરવું. સિદ્ધબલીબાબા તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે. તમે બધા પણ પ્રાર્થના કરો’.
મીરાએ આ પોસ્ટ કરતાની સાથે જ ઘણા યુઝર્સે કમેન્ટ કરી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, એક યુઝરે તો લખ્યું છે કે – ‘હવે મમ્મી પોતે ફિલ્ડમાં આવી ગઈ છે, રિષભ અને ઉર્વશીના રિલેશનમાં’. તો આ મુદ્દા પર અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘સાસુ-વહુની પ્રાર્થના હંમેશા કામ આવે છે’ અને કેટલાક લોકોએ એક ડગલું આગળ વધીને લખ્યું છે કે, ‘જમાઈ સાજા થઈ જશે, ટેન્શન ન લો’.
આ પણ વાંચો : કેમ તાલિબાને પાકિસ્તાનને યાદ કરાવ્યું ભારત સાથેનું 1971નું યુદ્ધ ? તસવીર શેર કરી આપી ધમકી
ઉર્વશી પણ થાય છે ટ્રોલ
ઉર્વશી અને ઋષભ પંતના રિલેશન હોવાની અફવા અને ઉર્વશી દ્વારા મૂકવામાં આવતી પોસ્ટના કારણે ઘણી વખત તે ટ્રોલ થઈ છે. ક્રિકેટર ઋષભ પંતના કારણે ઉર્વશી પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થાય છે. તાજેતરમાં, જ્યારે ઋષભનો અકસ્માત થયો, તે પછી પણ, અભિનેત્રીએ કેપ્શન સાથે એક પોસ્ટ પોસ્ટ કરી – ‘પ્રાર્થના કરી રહી છું’, જેના પછી અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી.