ટ્રેન્ડિંગહેલ્થ

કોરોના ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી જીનોમ સિક્વન્સિંગ શું છે અને કેવી રીતે થાય છે?

Text To Speech

ચીનમાં કોરોના વાયરસના નવા સબ વેરિએન્ટ BF.7 ના સંક્રમણને કારણે હાહાકાર મચ્યો છે. આ દરમિયાન ભારતમાં લોકોને સતર્ક રહેવાનુ કહેવામાં આવ્યું છે. કોવિડ પ્રોટોકોલ ફોલો કરવા માટે કહેવામાં આવ્યું છે સાથે જ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે, જીનોમ સિક્વન્સિંગ શા માટે જરૂરી છે અને કેવી રીતે તેમાંથી વાયરસની પ્રકૃતિ જાણી શકાય છે તે સમજીએ.

જીનોમ સિક્વન્સિંગ એક પ્રક્રિયા છે. જેના હેઠળ કોઈ વિશિષ્ટ જીવ કે કોષિકા પ્રકાર (Cell Type)નો બાયોડેટા એકત્ર કરવામાં આવે છે. જીનોમ સિક્વન્સિંગ માં તેના વિશે, તે કેવો દેખાય છે અને તેનો સ્વભાવ કેવો છે આ માહિતી એકત્રિત કરવામાં આવે છે. વાયરસ પણ કોષનો પ્રકાર છે. જીનોમ સિક્વન્સિંગની મદદથી પ્રથમ વખત કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિશે માહિતી મળી હતી.

Genome Sequencing testing Hum dekhenge News 01

જીનોમ સિક્વન્સિંગની પ્રક્રિયામાં, એ જાણી શકાય છે કે સરેરાશ માનવ જિનોમ અને જે વ્યક્તિનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે તેમાં શું તફાવત છે. તેની માહિતી જીનોમ સિક્વન્સિંગથી વાયરસ વિશે ખબર પડશે અને તેને અટકાવવાનું સરળ બનશે. તેમજ વ્યક્તિની અંદર કેટલા પ્રમાણમાં વાયરસનું સંક્રમણ થયું છે તે પણ આ પ્રક્રિયાથી જાણી શકાય છે.

આ પણ વાંચો : કોરોનાને લઈ કેન્દ્ર ગંભીર, તહેવારો અને નવા વર્ષની ઉજવણી માટે જાહેર કરી એડવાઈઝરી

દુનિયાભરમાં કોરોનાના વધતા ખતરાને કારણે એરપોર્ટ પર સાવચેતી રાખવામાં આવી રહી છે. મુસાફરોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ આવતા તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને પણ જીનોમ સિક્વન્સિંગ પર વધુ ભાર મૂકવાની સૂચના આપવામાં આવી છે.

omicron-bf-7-variant-reached-india-after-covid19-cases-in-china-know-foods-to-prevent-coronavirus-96434250

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યો સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં પણ કહ્યું કે સાવધાન રહો. જીનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારો. મજબૂત દેખરેખની જરૂર છે. તેમણે રાજ્ય સરકારોને પણ સલાહ આપી છે કે દેશમાં કેસ વધી રહ્યા હોવાથી હોસ્પિટલોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરે અને તેના પર નજર રાખી રહ્યું છે.

Back to top button