નેશનલ

BBCની ઓફિસમાં આખરે 24 કલાક પછી શું ચાલી રહ્યું છે ? અધિકારીઓને આવ્યો મહત્વનો Mail

Text To Speech

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના દિલ્હી અને મુંબઈ ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે કાલથી શરુ થયો છે. એવું માનવામાં આવે છે કે આ સર્વે આજે પણ કરવામાં આવશે. 2012 લઈને અત્યાર સુઘીનાં દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, હવે બીબીસીએ તેના કર્મચારીઓ માટે એક નવો મેલ જારી કર્યો છે. આ મેલમાં તમામ લોકોને આ સર્વેમાં સહકાર આપવા માટે કહેવામાં આવ્યું છે. આમાં દરેકને IT અધિકારીઓને ટેકો આપવા અને તેમના પ્રશ્નોના વ્યાપક જવાબો આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : BCCI ના પસંદગીકારના સ્ટિંગ વીડિયોથી ખળભળાટ, શું બની છે સમગ્ર ઘટના ?

બીબીસીએ કર્મચારીઓને કર્યો મેઈલ

મેઇલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમામ કર્મચારીઓ વ્યક્તિગત આવક અંગેના પ્રશ્નોના જવાબ આપવાથી દૂર રહી શકે છે. તેઓએ પગાર સંબંધિત અન્ય પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. આ સાથે માત્ર બ્રોડકાસ્ટ વિભાગને જ કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા છે. બાકીના દરેકને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

‘તમામ કર્મચારીઓ સહકાર આપે’

બીબીસીએ અગાઉ એક ટ્વિટ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈની ઓફિસમાં હાજર છે. અમે તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. સર્વેની કામગીરી હજુ ચાલુ છે. ઓફિસમાં કામ શરૂ થઈ ગયું છે. આવકવેરા વિભાગની ટીમ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા બીબીસી સ્ટુડિયોમાં પણ પહોંચી હતી. ટેક્સ અધિકારીઓએ જણાવ્યું કે કેટલીક માહિતી મળ્યા બાદ સર્વે કરવામાં આવી રહ્યી છે.

BBC Income Tax - Humdekhengenews

BBC પર શું છે આરોપ ?

BBC પર આરોપ છે કે તેણે ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમો હેઠળ જાણી જોઈને નફાની રકમને ડાયવર્ટ કરી હતી. આવકવેરા અધિનિયમની જોગવાઈઓ મુજબ, કર સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહીને સર્વે કહેવામાં આવે છે અને સર્ચ કે દરોડા નહીં. આવા સર્વે નિયમિતપણે કરવામાં આવે છે અને તેને દરોડા ગણવામાં આવતા નથી.

Back to top button