

પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યું છે. FATF દુનિયામાં આતંકવાદને આર્થિક મદદ કરનાર સામે કાર્યવાહી કરનારી સર્વોચ્ચ સંસ્થા છે. વર્ષ 2018માં પાકિસ્તાનને આ લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું અને ચાર વર્ષ પછી મોટી રાહત મળતા તે આ લિસ્ટમાંથી બહાર થયું છે. એવામાં અનેક લોકોના મનમાં સવાલ થાય કે આ FATF શું છે. ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ શું હોય છે. તમને આ તમામ સવાલોના જવાબ અહીં આસાન ભાષામાં મળશે. ચાલો પહેલાં એ જાણી લઈએ કે FATF શું છે?
FATF એક અંતર સરકારી એકમ છે, જેની સ્થાપના 1989માં મની લોન્ડ્રિંગ, આતંકીને નાણાકીય સહાય અને ઈન્ટરનેશન નાણાકીય પ્રણાલીની અખંડતા માટે અન્ય સંબંધિત ખતરાનો સામનો કરવા માટે કરાઈ હતી. વર્તમાનમાં આ સંસ્થામાં 39 સભ્ય છે જેમાંથી બે ક્ષેત્રીય સંગઠન- યુરોપિયન યુનિયન અને ખાડી સહયોગ પરિષદ સામેલ છે. ભારત FATF કન્સલટન્ટ્સ અને તેના એશિયા પેસિફિક ગ્રૂપનું સભ્ય છે.

FATFની ગ્રે લિસ્ટમાં કયા કયા દેશ છે?
જૂન 2022 સુધી FATFની નજર હેઠળ રેહનારા દેશની યાદી 23 હતી જેમાં- અલ્બાનિયા, બારબાડોસ, બુર્કિન ફાસો, કંબોડિયા, કેમેન આઈલેન્ડ, જિબ્રાલ્ટર, હૈતી, જમૈકા, જોર્ડન, માલી, મોરક્કો, મ્યાનમાર, નિકારગુઆ, પાકિસ્તાન, પનામા, ફિલિપાઈન્સ, સેનેગલ, દક્ષિણ સુડાન, સીરિયા, તુર્કી, યુગાન્ડા, સંયુક્ત અરબ અમીરાત અને યમન. જેમાંથી હવે પાકિસ્તાનને આ યાદીમાંથી હટાવી દેવાયું છે.
શું હોય છે ગ્રે લિસ્ટ?
ગ્રે લિસ્ટિંગનો અર્થ એ છે કે FATFના મની લોન્ડ્રિંગ અને આતંકવાદને મળનારી નાણાકીય મદદને રોકવા માટે એક દેશ કે જે આવી પ્રવૃતિ સામેલ હોય તેના પર નજર રાખવામાં આવે છે. માર્ચ 2022 સુધી FATFની યાદીમાં 23 દેશ હતા.
શું હોય છે બ્લેક લિસ્ટ, કયા દેશ આ યાદીમાં સામેલ છે?
FATF બ્લેક લિસ્ટ તે દેશની ઓળખ કરે છે જેને મની લોન્ડ્રિંગ અને આતંકવાદ વિરોધ શાસન માટે અપર્યાપ્ત ગણાવવામાં આવે છે. FATF ઉચ્ચ જોખમી હોય તેવા દેશની યાદી કરી તે દેશના સભ્યોને બોલાવે છે અને કોર્ટને યોગ્ય દેખરેખ માટે પ્રોત્સાહિત કરે છે. એક બ્લેક લિસ્ટેડ દેશ FATFના સભ્ય તરફથી આર્થિક પ્રતિબંધોને આધીન હોય છે. ઉદાહરણ તરીકે કોરિયા અને ઈરાન FATFના બ્લેક લિસ્ટમાં સામેલ દેશ છે.

ગ્રે લિસ્ટિંગનો કયા દેશ પર શું પ્રભાવ પડે છે?
ચાલો હવે તે સમજવાનો પ્રયાસ કરીએ કે જો કોઈ દેશને FATFના ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે તો તે દેશ પર શું પ્રભાવ પડે છે. અહીં તે વાત સ્પષ્ટ કરી દઈએ કે કોઈ દેશને ગ્રે લિસ્ટમાં મૂકવાનો અર્થ કોઈ આર્થિક પ્રતિબંધ નહીં પરંતુ આ વૈશ્વિક નાણાકીય અને બેકિંગ પ્રણાલીને સંકેત આપે છે કે આ દેશની સાથે લેવડદેવડ કરવામાં જોખમ વધી શકે છે. આ સાથે જ તે દેશને IMF અને વિશ્વ બેંક જેવાં સંગઠનો પાસેથી પણ નાણાકીય મદદ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તે દેશને લોન લેવામાં ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટા ભાગની સંસ્થાઓ લોન આપવાની મનાઈ કરે છે. ટ્રેડમાં પણ મુશ્કેલી આવી શકે છે.
બ્લેક લિસ્ટથી શું પ્રભાવ પડે છે?
FATFની ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટમાં ઘણું અંતર છે. ગ્રે લિસ્ટમાં સામેલ દેશ FATFની સાથે મળીને કામ કરવા માટે ઈચ્છુક હોય છે. બ્લેક લિસ્ટમાં તે દેશ હોય છે જે તે પુરવાર કરવાનો પ્રયાસ કરે છે કે તેમના પર ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગના આરોપ પાયાવિહોણા છે. આસાન ભાષામાં કહીએ તો એવા દેશ ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગનું સમર્થન આપે છે. બ્લેક લિસ્ટમાં સામેલ થવા પર તે દેશને IMF, ADB, વર્લ્ડ બેંક કે કોઈ પણ ફાયનાન્સિયલ બોડી આર્થિક મદદ નથી આપતી. તે દેશથી મલ્ટી નેશનલ કંપનીઓ સમેટી લે છે અને અર્થવ્યવસ્થા કંગાળિયતના સ્તર સુધી પહોંચી જાય છે.