ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

શું છે ઇમોશનલ હાઇજેકિંગ? જાણો ક્યારે અનુભવાય છે?

  • વ્યક્તિ પોતાની સ્વતંત્રતા  અને સ્વયં પ્રત્યેનું નિયંત્રણ ગુમાવી દે છે
  • પોતાની લાઇફમાં આત્મવિશ્વાસની કમીનો સામનો કરે છે
  • ઇમોશનલ હાઇજેકિંગથી પ્રભાવિત વ્યક્તિના મનમાં અસંતુલન રહે છે

ભાવનાત્મક અપહરણ અથવા તો કહો કે ઇમોશનલ હાઇજેકિંગ, આ એક એવી માનસિક સ્થિેતિ છે, જે વ્યક્તિની ભાવનાઓ, વિચારો અને આત્મિક સ્વાસ્થ્યને અનુભવોથી દુર લઇ જાય છે. આ અવસ્થામાં વ્યક્તિ પોતાની સ્વતંત્રતા અને સ્વયં પ્રત્યેનું નિયંત્રણ ગુમાવી દે છે. તેને પોતાની ભાવનાઓ સમજવા અને સંભાળવામાં સમસ્યા થાય છે. ભાવનાત્મક અપહરણ (emotional hijacking)થી પીડાતી વ્યક્તિ પોતાના જીવનમાં સંઘર્ષ, સંબંધોમાં અડચણ અને આત્મવિશ્વાસની કમીનો સામનો કરે છે. ઇમોશનલ હાઇજેકિંગ દરમિયાન વ્યક્તિના ભાવનાત્મક જવાબને તેની સામાજિક અને પર્યાપ્ત પ્રતિક્રિયાઓ સાથે તુલના કરવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે. તેના કારણે વ્યક્તિ પોતાની સંતુષ્ઠ, સંવેદનશીલતા અને સમજદારી ગુમાવી દે છે. આ કારણે વ્યક્તિગતિગત અને સામાજિક જીવન પર અસર પડે છે.

ઇમોશનલ હાઇજેનિકના લક્ષણો

શું છે ઇમોશનલ હાઇજેકિંગ? જાણો ક્યારે અનુભવાય છે? hum dekhenge news

ભાવનાઓ(ઇમોશન)માં વધુ પડતો ઉછાળો

ઇમોશનલ હાઇજેકિંગના લક્ષણોમાં સૌથી પહેલુ લક્ષણ એ છે કે તેમાં આપણે વધુ ભાવનાઓનો ઉછાળ મહેસુસ કરીએ છીએ. જેને આપણે જાણતા નથી કે કેવી રીતે તેની પર નિયંત્રણ કરી શકાય.

સ્વયંની સમીક્ષા કરો

વ્યક્તિ ખુદની ભાવનાઓ , વિચારો અને સમીક્ષા કરવામાં અસમર્થ થઇ જાય છે. તેને પોતાની અંદરના દુઃખ, સંઘર્ષ કે અસહજ ભાવનાઓને સમજવામાં કઠિનાઇ થાય છે.

અસંતુલન

ઇમોશનલ હાઇજેકિંગથી પ્રભાવિત વ્યક્તિના મનમાં અસંતુલન રહે છે, તેને પોતાની ભાવનાઓ સાથે સંઘર્ષ કરવો પડે છે અને તે પોતાની યોગ્ય ભાવના વ્યક્ત કરવામાં અસમર્ત હોય છે.

અત્યાધિકતા કે અભિમાન

ઇમોશનલ હાઇજેકિંગના પ્રભાવમાં વ્યક્તિ પોતાની ભાવનાઓ માટે અભિમાની કે અત્યાધિક હોઇ શકે છે. તેઓ પોતાના આત્મસન્માન માટે બીજાની ભાવનાઓનો ઉપયોગ કરે છે.

બીજાની ભાવનાઓનો ઉપયોગ

ભાવનાત્મક અપહરણથી પ્રભાવિત વ્યક્તિના મનમાં ભાવુકતા અને ઉત્સાહની કમી થઇ શકે છે. તેમને જીવનમાં રસ ઘટી શકે છે અને તે પોતાના કામમાં ઉત્સાહ ન દેખાડે તેવુ બની શકે છે.

ભાવનાઓની અવ્યવસ્થા

ભાવનાત્મક અપહરણમાં વ્યક્તિ પોતાની ભાવનાઓને સંભાળવામાં અસમર્થ બની જાય છે અને તેને સમજવા અને વ્યક્ત કરવામાં કઠિનાઇ અનુભવાય છે. તેમની ભાવનાઓ અસ્થિર થઇ જાય છે અને મન સ્થિરતા ગુમાવી નાંખવાના કારણે બીજા સાથે વ્યવહાર કરવામાં પરેશાની આવી શકે છે.

આ પણ વાંચોઃ 7 કરોડ લોકો માટે સારા સમાચાર; કેન્દ્ર સરકારે કરી PF પર વ્યાજ વધારવાની જાહેરાત

Back to top button