શું છે Egg Freezing? શા માટે આ ફર્ટિલિટી સોલ્યુશન થઇ રહ્યુ છે લોકપ્રિય?
- આજે યંગસ્ટર્સ બધુ સેટ થયા બાદ મોડા લગ્ન કરવાનું પસંદ કરે છે
- લગ્નો લેટ કરવાની અસર વ્યક્તિની ફર્ટિલિટી પર પણ પડે છે
- ફેમિલિ પ્લાનિંગ મોડુ કરવા ઇચ્છતા લોકો માટે આશીર્વાદરૂપ ટેકનિક
આજે જમાનો બદલાયો છે. પહેલા છોકરી 21 વર્ષની થાય અને તેના માટે જીવનસાથી શોધવાની શરૂઆત થતી. 22 વર્ષની ઉંમર સુધી તો લગ્ન પણ થઇ જતા હતા. છોકરાઓ 24-25 વર્ષે પરિવારની જવાબદારી પણ ઉપાડી લેતા હતા. આજે એક તો લગ્નો પણ મોડા થઇ રહ્યા છે. વળી, લગ્ન બાદ પણ યંગસ્ટર્સ પોતાની કરિયર અને પાર્ટનરમાં ધ્યાન આપવા ઇચ્છે છે. આજકાલના યંગસ્ટર્સનું માનવુ છે કે તે લોકો સારી રીતે સેટલ ન થઇ જાય ત્યાં સુધી લગ્ન ન કરવા, વળી યોગ્ય લાઇફ પાર્ટનર ન મળે તો પણ તેઓ લગ્ન કરતા નથી. આ નિર્ણય તેમનો પોતાનો હોય છે, પરંતુ આ બધાની અસર તેમની પ્રજનન ક્ષમતા (ફર્ટિલિટી) પર પડે છે.
આ બધી વસ્તુઓના લીધે મોટી સંખ્યામાં લોકો માતા-પિતા બનવા માટે તકલીફોનો સામનો કરે છે. આ વાતને જો સાયન્સની નજરથી જોઇએ તો મહિલાઓ 35ની ઉંમર પાર કરે ત્યારબાદ તેમની પ્રજનન ક્ષમતા નબળી પડે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને નવી ટેકનિક વિકસાવાઇ છે. તેમાંની એક છે એગ ફ્રિઝિંગ (Egg Freezing).
શું છે Egg Freezing?
જો તમે મોડા લગ્ન કરી રહ્યા છો અથવા તો ફેમિલિ પ્લાનિંગ મોડુ કરવા ઇચ્છો છો તો મહિલાઓ પોતાના એગ્સ ફ્રિઝ કરાવી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે જેમ જેમ મહિલાઓની ઉંમર વધે છે તેમ તેમ એગની ક્વોલિટી અને પ્રજનન ક્ષમતા ઘટવા લાગે છે. આ કારણ છે કે પ્રેગનન્સીમાં તકલીફો શરૂ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે રીપ્રોડક્ટિવ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ પ્રોસિજરમાં દવાઓની મદદથી મહિલાઓમાં એગ્સની સંખ્યા વધારવામાં આવે છે અને પછી ઓવરીઝમાંથી કાઢીને તેને ફ્રીઝ કરી દેવામાં આવે છે. ભ્રુણ બનાવવા માટે તેને રુમ ટેમ્પરેચર પર લાવીને સ્પર્મ સાથે મિક્સ કરવામાં આવે છે અને પછી એમ્બ્રિયો ટ્રાન્સફર સાઇકલ દરમિયાન ભ્રુણને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેને એગ ફ્રીઝિંગ કહેવાય છે.
Embryo Freezing
જો તમે અન્ય વિકલ્પની શોધમાં હો તો તમે Embryo Freezing વિકલ્પનો ઉપયોગ પણ કરી શકો છો. આ પ્રોસેસમાં વિસ્તારિત સમયગાળા માટે લગભગ -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર તરલ નાઇટ્રોજનમાં ભ્રુણને ફ્રીઝ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં એગ્સને ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. આ કારણે ભ્રુણ જામી જાય છે. આ પ્રોસેસ સફળ થાય કે નહીં તે ભ્રુણની ગુણવત્તા પર આધાર રાખે છે. આ એક સહાયક પ્રજનન ટેકનિક છે. તેનો ઉપયોગ ગર્ભાવસ્થાને સુવિધાજનક બનાવવા માટે કરાય છે.
આ પણ વાંચોઃ લોકો તમારાથી દુર રહે છે? ક્યાંક તમે જ જવાબદાર નથી ને?