ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

Click Here શું છે? કેમ X પર સતત ટ્રેન્ડ કરી રહી છે આ પોસ્ટ

દિલ્હી, 31 માર્ચ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ગઈકાલે (30 માર્ચ) સાંજથી જ એક પોસ્ટ ટ્રેન્ડ કરી રહી છે. જો તમે X નો ઉપયોગ કરો છો તો કચાદ તમે પણ આ જોયું જ હશે. વાસ્તવમાં, શનિવાર સાંજથી X પર Click Hereની હજારો પોસ્ટો થઈ રહી છે, જેમાં સફેદ પેજ પર ઘાટા કાળા રંગમાં ‘Click Here’ લખેલું છે. આ લખાણની સાથે તળિયે તીરનું નિશાન પણ છે.

આ પોસ્ટ અત્યારે X પર વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે આ કેવા પ્રકારની પોસ્ટ છે અને તેમાં એવું શું છે કે આટલી મોટી સંખ્યામાં લોકો પોસ્ટ કરી રહ્યા છે. શું તમે પણ એવા લોકોમાંથી છો જેમણે અહીં ક્લિક કર્યું છે?

Click Here પર ક્લિક કરવાથી શું જોવા મળે છે?

Click Here સાથે બતાવેલ તીરની નજીક ડાબી બાજુએ એક નાનું ALT લખેલું છે. જો કોઈ અહીં ALT પર ક્લિક કરે છે તો એક બોક્સ ખુલે છે. આ વર્ણન બોક્સમાં તમે 1000 અક્ષરો સુધીનો સંદેશ લખી શકો છો. Click Here પર ક્લિક કરવાથી ટેક્સ સંદેશ જોવા મળે છે. આ એક ટેક્સ્ટ ફીચર છે જે ટ્વિટરે ઘણા વર્ષો પહેલા આ ફીચરને લોન્ચ કર્યું હતું.

ફોટાની સાથે કામ કરે છે ફીચર

ટ્વિટરનું આ ફીચર ફોટા સાથે કામ કરે છે. આમાં તસવીર તો દેખાતી હોય છે પણ આ પોસ્ટમાં રહેલો મેસેજ સંપૂર્ણપણે છુપાયેલો રહે છે. જ્યારે લોકો ALT પર ક્લિક કરે છે ત્યારે જ તે મેસેજ તેમની સામે ખુલે છે. આ ફીચરની મદદથી કોઈ પણ કન્ટેન્ટ વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે.

ALT ફીચરનો રાજકીય પક્ષો પણ કરી રહ્યા છે ઉપયોગ

  • ટ્વિટરનું ‘ALT ટેક્સ્ટ ફીચર’ વાયરલ થઈ રહ્યું છે. સામાન્ય જનતાની સાથે રાજકીય પક્ષો પણ તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP)એ ઈન્ડી ગઠબંધનની મહારેલીને લઈને ‘Click Here’પોસ્ટ શનિવારે કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ હતી. પોસ્ટમાં ALT ટેક્સ્ટ પર ક્લિક કરતાં તેમાં એક સંદેશ લખેલો જોવા મળે છે. જેમાં લખ્યું છે કે, ‘દેશને બચાવવા માટે 31 માર્ચે રામલીલા મેદાનમાં આવો.’

અહીં જૂઓ પોસ્ટ:

 

ભાજપે પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘Click Here’પોસ્ટ શેર કરી છે. બીજેપીએ Alt ટેક્સ્ટમાં લખ્યું છે ‘ફરી એક વાર મોદી સરકાર.’

અહીં જૂઓ પોસ્ટ:

 

8 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ ફીચર

તમને જણાવી દઈએ કે X એટલે કે ALT ટેક્સ્ટ ફીચર ટ્વિટર દ્વારા 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્વિટરે કહ્યું કે અમે આ ફિચર લાવી રહ્યા છીએ જેથી કન્ટેન્ટ વધુને વધુ લોકો સુધી પહોંચે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વિટરના આ ફીચર દ્વારા પોતાની મેગા રેલી વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો: શું તમે વિમાનો પર લખેલા VTનો અર્થ જાણો છો? નહીં, તો જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

Back to top button