ટ્રેન્ડિંગધર્મ

શું છે ‘છોટી હોલી’? જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, શું કરવું અને શું ન કરવું?

  • આ વર્ષે હોળીનો તહેવાર 24 માર્ચ 2024 ના રોજ ઉજવવામાં આવશે. અને 25 માર્ચ 2024 ના રોજ ધૂળેટી રમવામાં આવશે. હોળીના દિવસે કયા કાર્યો શુભફળ લાવે છે અને કયા કાર્યો ટાળવા જોઈએ. હોલિકા દહનનું શુભ મુહૂર્ત શું છે?

24 માર્ચ, અમદાવાદઃ હોલિકા દહન ધૂળેટીના એક દિવસ પહેલા કરવામાં આવે છે. જેને ‘છોટી હોલી’ પણ કહેવામાં આવે છે, હોલિકા દહન રાત્રે શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં હોળીના તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે લોકો હોલિકાની પૂજા કરે છે અને પછી તેનું દહન કરે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આ વર્ષે હોળીનો તહેવાર 24 માર્ચ 2024 ના રોજ ઉજવવામાં આવશે. અને 25 માર્ચ 2024 ના રોજ ધૂળેટી રમવામાં આવશે. ઘણી વખત લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે હોળીના દિવસે કયા કાર્યો શુભફળ લાવે છે અને કયા કાર્યો ટાળવા જોઈએ?

હોલિકા દહન તિથિ અને શુભ સમય

પૂર્ણિમા તિથિ 24 માર્ચ, 2024 – સવારે 09:54 થી શરૂ અને 25મી માર્ચે સવારે 12:30 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચ અને ધૂળેટી 25મી માર્ચે ઉજવવામાં આવશે. હોલિકા દહન મુહૂર્ત 24 માર્ચ, 2024 – રાતે 11:13 થી 12:27 સુધી.

હોલિકા દહન પર ભદ્રાની છાયા

24મી માર્ચે ભદ્રા પૂનમની શરૂઆત સાથે જ લાગશે અને રાત્રે 11.13 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં, ભદ્રા કાળ પૂર્ણ થયા પછી જ હોલિકા દહન કરવું શુભ રહેશે.

શું છે 'છોટી હોલી'? જાણો હોલિકા દહનના શુભ મુહૂર્ત, શું કરવું અને શું ન કરવું? hum dekhenge news

હોલિકા દહનના દિવસે કરો આ કામ

  • હોલિકા દહન પહેલા હોલિકાની પૂજા કરવી ખૂબ જ શુભ છે. આ પૂજા માત્ર શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ.
  • હોલિકા દહન ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ દિવસે વ્રત-ઉપવાસ રાખવાની પણ પરંપરા છે.
  • જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જો તમે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવા માંગો છો. તો હોલિકા દહનના દિવસે ઘરની ઉત્તર દિશામાં ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ છે.
  • હોળીની પૂજામાં સરસવ, તલ, ગાયના 11 છાણા, અક્ષત, સાકર અને ઘઉં અર્પણ કરવા જોઈએ.
  • હોલિકાની પૂજા કર્યા પછી સાત વાર તેની પ્રદક્ષિણા કરવી જોઈએ અને જળ ચઢાવવું જોઈએ. આ પછી, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ શુભ છે.

હોલિકા દહનના દિવસે ન કરો આ કામ

  • જ્યોતિષ શાસ્ત્ર માને છે કે હોલિકા દહનના દિવસે ન તો કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર લેવું જોઈએ, ન તો કોઈને ઉઘાર આપવું જોઈએ.
  • આ સિવાય હોલિકા દહનની પૂજા કરતી વખતે પીળા કે સફેદ રંગના કપડાં ન પહેરવા જોઈએ.
  • હોલિકાની પૂજા કરતી વખતે મહિલાઓએ વાળ ન બાંધવા જોઈએ, ખુલ્લા વાળથી હોલિકાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
  • હંમેશા ધ્યાન રાખો કે હોલિકા દહનની રાત્રે રસ્તામાં પડેલી કોઈપણ વસ્તુને સ્પર્શ ન કરવી જોઈએ. આ સમયગાળા દરમિયાન, અનેક ટોટકા કરવામાં આવે છે.
  • ધાર્મિક માન્યતાઓ છે કે નવ પરિણીત યુવતીએ તેના સાસરિયાંમાં હોલિકા દહનની અગ્નિ ન જોવી જોઈએ, તે અશુભ છે.

આ પણ વાંચોઃ સ્કિન ખરાબ થવાના ડરથી નથી રમતા હોળી? અપનાવો આ ખાસ ટિપ્સ

Back to top button