પાકિસ્તાન ડ્રોન થકી ભારતમાં શું મોકલી રહ્યું છે? પાક મંત્રીએ જ કરી દીધો ઘટસ્ફોટ
હમ દેખેગે ઈન્ટરનેશનલ ન્યૂઝ ડેસ્ક: પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. હેરોઈન જેવા ડ્રગ્સ સરહદ પાર કરીને ભારતમાં મોકલવામાં આવે છે. પાક પીએમ શાહબાઝ શરીફના નજીકના અધિકારી મલિક મોહમ્મદ અહેમદ ખાને પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ટીવી પત્રકાર હામિદ મીર સાથેની મુલાકાતમાં અધિકારીએ કહ્યું કે ડ્રગ સ્મગલર્સ હાઈટેક રીતે પડોશી પંજાબમાં ડ્રગ્સ મોકલી રહ્યા છે. આ દાણચોરી પાકિસ્તાની શહેર કસુર મારફતે થઈ રહી છે. આ શહેર ભારત-પાકિસ્તાન સરહદની નજીક છે અને પંજાબ શહેરને અડીને આવેલું છે. કસુર ભારતના પંજાબના ખેમકરણ અને ફિરોઝપુર નજીક આવેલું છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મલિક મોહમ્મદ અહેમદ ખાન શાહબાઝ શરીફના વિશેષ સહાયક અને સંરક્ષણ બાબતોના સલાહકાર છે. તેઓ પ્રાંતીય એસેમ્બલીના સભ્ય એટલે કે કસુરથી MPA છે.
10-10 કિલો ડ્રગ્સ સાથે બે ડ્રોન ઝડપાયા
હામિદ મીરે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે અહેમદ ખાનને સવાલ કર્યો છે કે શું પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે. જવાબમાં અહેમદ ખાને કહ્યું, “હા, આવું કરવામાં આવી રહ્યું છે અને આ બાબત ખૂબ જ ડરામણી છે.” તેમણે કહ્યું કે, તાજેતરમાં આવા બે કેસમાં ડ્રોનમાં 10-10 કિલો હેરોઈન (માદક પદાર્થ) ઝડપાયો હતો, જે સરહદ પાર મોકલવામાં આવી રહ્યો હતો. એજન્સીઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે.”
છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 2.75 લાખ બાળકો ગુમ, હજારો હજુ પણ લાપતા
અધિકારીએ આ અપીલ કરી હતી
હમીદ મીરે વીડિયોના કેપ્શનમાં લખ્યું, “પીએમના સલાહકાર મલિક મોહમ્મદ અહેમદ ખાનનો મોટો ખુલાસો. પાકિસ્તાન-ભારત સરહદ નજીકના કાસુરના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી હેરોઈનની હેરફેર કરવામાં આવી રહી છે. મોહમ્મદ અહેમદ ખાને પૂર પીડિતોના પુનર્વસનની માંગ કરતાં કહ્યું કે, તેમની મદદ કરવા આવે નહીં તો તેઓ દાણચોરો સાથે જોડાઈ શકે છે.”
પંજાબ પોલીસના ડેટામાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ડ્રગના સૌથી વધુ કેસ માત્ર ખેમકરણ અને ફિરોઝપુરમાં જ નોંધાયા છે. પંજાબ પોલીસે આ મહિનાની શરૂઆતમાં ડેટા જાહેર કર્યો હતો, જે મુજબ 2022-2023 દરમિયાન એકલા ફિરોઝપુરમાં NDPS એક્ટ હેઠળ 795 FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો–લો બોલો! અંજુ બાદ હવે ચીની યુવતી પ્રેમ માટે પાકિસ્તાન પહોંચી, સ્નેપચેટ પર થયો હતો ઈશ્ક