લાઈફસ્ટાઈલહેલ્થ

શું છે બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ ?

Text To Speech

હૈદરાબાદથી અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો છે. બ્યુટી પાર્લરમાં એક મહિલા વર્ક પાસે હેર વોશ કરાવતી હતી અને અચાનક તેને ચક્કર આવા લાગ્યા અને ઉલટીઓ થવા લાગી . જયારે મહિલા ડોક્ટર પાસે ચેકઅપ માટે ગઈ ત્યારે ડોક્ટરે લક્ષણો જોતા કહ્યું કે આ બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ છે.

શું છે બ્યુટી પાર્લર સ્ટ્રોક ?

મહિલાના લક્ષણોને જોતા તેણે ‘ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ’ પાસેથી સારવાર લીધી છે. જ્યારે મહિલાએ કોઈ સુધારો દર્શાવ્યો ન હતો, ત્યારે તેને ન્યુરોલોજીસ્ટને બતાવવામાં આવ્યું હતું. ન્યુરોલોજીસ્ટ દ્વારા સારવાર માટે એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાનો ‘બ્યુટી પાર્લર સ્ટ્રોક’ સિન્ડ્રોમની બીમારી સામે આવી. નિષ્ણાતોના મતે, જ્યારે મહિલાના વાળ ધોવા માટે વોશ બેસિનમાં ગરદન પાછળની તરફ નમેલી હતી, ત્યારે ગરદન અને માથાની નસો પર ભાર આવવા લાગ્યો હતો. જેના કારણે રક્ત પરિભ્રમણની ખામી સર્જાઈ હતી. ગરદન 40-45 મિનિટ સુધી એક જ સ્થિતિમાં રહેવાને કારણે, વર્ટેબ્રલ ધમની સંકોચાય છે અને આ સ્ટ્રોકનું કારણ છે.

શું છે બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ ? - humdekhengenews

મહિલાને સ્ટ્રોક કેવી રીતે આવ્યો ?

હૈદરાબાદ સ્થિત ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમારે જણાવ્યું હતું કે 10-20 ટકા લોકોમાં, એક બાજુની ધમનીઓ વિસ્તરે છે, તેથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ન્યુરોલોજીસ્ટે મહિલામાં ‘બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ’ના લક્ષણોની ઓળખ કરી અને પછી પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ‘ફીમેલ બ્યુટી પાર્લર’ સ્ટ્રોક સિન્ડ્રોમની બીમારી છે. આ સ્ટ્રોક વાળ ધોતી વખતે તે આવ્યો હતો. રિપોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે, વાળ ધોતી વખતે મગજના એક ભાગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચ્યો ન હતો. જેના કારણે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

આ પણ વાંચો :નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકોએ આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો : નહીં તો સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

શું છે બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમના લક્ષણો ?

  • ચક્કર આવવા
  • ઉલટીઓ થવી

બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમનો ઈલાજ ?

તબીબોના મતે સ્ટ્રોકથી પીડિત લોકોને હંમેશા બ્લડ થિનર્સ લેવાની સલાહ આપવામાં આવે છે. જેમાં લોહી ગંઠાઈ જાય છે અને યોગ્ય સારવારમાં મદદ કરે છે. કેટલાક લોકો સ્ટ્રોક પછી સારી રીતે સ્વસ્થ થઈ જાય છે.

Back to top button