લાઈફસ્ટાઈલ

શું છે આલ્કોહોલ બ્લેકઆઉટ અને કેમ લોકો દારુ પીધા પછી બધું ભૂલી જાય છે ?

આલ્કોહોલ ક્યારેય પણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે સારો રહ્યો નથી. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી લઈને તમને આર્થિક રીતે ખોખલા કરવા સુધી નુકસાન કરે છે. આલ્કોહોલ ઉધઈની જેમ છે. જેમ ઉધઈ ધીમે-ધીમે ઘરને નુકસાન કરે છે. તે જ રીતે આલ્કોહોલ મગજને ઉધઈની નુકસાન કરે છે. જો તમે તમારી આજુબાજુ દારૂ પીતા લોકોને જોશો તો તમને ખબર પડશે કે વધુ પડતો દારૂ પીધા પછી તેઓ હોશ ગુમાવી બેસે છે. એટલે કે લોકો દારુ પીધા પછી તેઓ શું બોલે છે, શું કરે છે હસે છે કે રડે છે. તે એમને ખબર નથી. નશો ઉતરી ગયા પછી તે શું બોલે છે. તે યાદ કરવા પ્રયત્ન કરે છે. આના પર અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમે એક રિસર્ચ કર્યું છે, આ રિસર્ચમાં તેઓને જણાવ્યું છે કે, આખી દુનિયામાં કેટલા લોકો દારૂ પીધા પછી હોશ ગુમાવે છે.

આ પણ વાંચો : સંસદમાંથી સભ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, અદાણી મુદ્દાને લઈ ફરી આક્રમક

દારૂ પીધા પછી લોકો કેમ હોશ ગુમાવે છે ?

એક ઈન્ટરવ્યુમાં અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના એરોન વ્હાઈટે જણાવ્યું હતું કે મોટાભાગના લોકો દારૂ પીધા પછી અમુક સમય પછી હોશ ખોય બેસતા હોય છે. જો વ્યક્તિ મર્યાદા કરતા વધુ સેવન કર્યું હોય તો તે બ્લેકઆઉટનો શિકાર પણ બને છે. એટલે કે, આ દરમિયાન તેમની આસપાસ શું થઈ રહ્યું છે, તેમને કંઈપણ યાદ હોતું નથી. આ અંગે 1000 વિદ્યાર્થીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે ઓછામાં ઓછા બે તૃતીયાંશ લોકો એટલે કે 66.4% લોકો દારૂ પીધા પછી આંશિક બ્લેકઆઉટનો શિકાર બનતા હોય છે.

આલ્કોહોલ બ્લેકઆઉટ - Humedekhengenews

જર્મન ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુમાં પ્રકાશિત અહેવાલ મુજબ, હાઈડલબર્ગ યુનિવર્સિટીએ પણ માનવ મગજ પર આલ્કોહોલની અસર પર એક સંશોધન હાથ ધર્યું હતું, જેમાં તેમને જાણવા મળ્યું હતું કે વધુ પડતા આલ્કોહોલ પીધા પછી તમારું મગજની કાર્યાશીલતા ઓછી થઈ જાય છે. તમારી આજુબાજુના વાતાવરણને સમજવામાં સક્ષમ રહેતા નથી. સાદી ભાષામાં કહીએ તો આલ્કોહોલ પીવાથી તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા નબળી પડવા લાગે છે.

આ પણ વાંચો : ધોરણ 12 સંસ્કૃત વિષયનું પેપર 29 માર્ચે ફરી લેવાશે

દારૂ પીધા પછી મગજમાં શું થાય છે

હેડલબર્ગ યુનિવર્સિટીના સંશોધક હેલ્મુટ ઝેટ્સ આ રિપોર્ટમાં જણાવે છે કે આલ્કોહોલમાં હાજર ઇથેનોલ આલ્કોહોલનો ખૂબ જ નાનો પરમાણુ છે. શરીરની અંદર પહોંચતા જ તે લોહી અને પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે માનવ શરીરમાં 70 થી 80 ટકા પાણી છે. આ જ કારણ છે કે આલ્કોહોલ મુક્તપણે તમારા આખા શરીર તેમજ તમારા મગજ સુધી પહોંચે છે. જેવો તે તમારા મગજમાં પહોંચે છે, તે પછી તે મગજના ન્યુરોટ્રાન્સમીટરને અસર કરવાનું શરૂ કરે છે, જેના કારણે નર્વસ સિસ્ટમનું કેન્દ્ર પ્રભાવિત થવા લાગે છે. તમારી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થવાનો અર્થ છે કે તમે મૂંઝવણની સ્થિતિમાં પહોંચી જાય છે. કેટલીકવાર તમે વસ્તુઓ ભૂલી જવાનું પણ શરૂ કરો છો અને સંપૂર્ણ આલ્કોહોલ બ્લેકઆઉટ થઈ જતા હોય છે.

આલ્કોહોલ બ્લેકઆઉટ - Humedekhengenews

તમે એ પણ જોયુ હશે કે ઘણા લોકો પોતાના દુ:ખને ભુલવા માટે આલ્કોહોલનું સેવન કરે છે. તેના પાછળ આ જ કારણ રહેલું છે. કારણ કે દારુ પીધ પછી વ્યક્તિ બ્લેકઆઉટ થઈ જાય છે. માટે તે થોડા સમય માટે બધું જ ભુલી જાય છે.

Back to top button