પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસથી ભારતને શું મળવાની આશા?
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અમેરિકાની ત્રણ દિવસની યાત્રા પર રવાના થઈ ચૂક્યા છે. મોદી મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચશે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર પીએમ મોદી અમેરિકા જઈ રહ્યાં છે. જ્યાં તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પીએમ મોદીના આ પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયમાં જાણકારી આપતા જણાવ્યું કે આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. જેમાં બંને દેશો વચ્ચે અનેક સ્તર પર વાતચીત થઈ શકે છે અને રક્ષા કરાર પર મોહર લાગી શકે છે. આવો જાણીએ વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી ભારતને શું આશાઓ છે.
જેટ એન્જિનની ડીલ
ફાઈટર જેટ્સના એન્જિન ભારતમાં તૈયાર કરવાને લઈને અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. પીએમ મોદીના પ્રવાસ પછી GE-F414 જેટ એન્જિનનું ભારતમાં ટૂંક જ સમયમાં પ્રોડક્શન શરૂ થઈ શકે છે, અમેરિકા સાથે આ એન્જિનની 100 ટકા ટેકનોલોજી શેર સાથે કરાર થયો હતો. હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) સાથે મળીને જનરલ ઇલેક્ટ્રિક ભારતમાં આનુ પ્રોડક્શન કરશે.
આ પણ વાંચો- અમેરિકા માટે પીએમ નરેન્દ્ર મોદી થયા રવાના; જવાથી પહેલા આપી કેટલીક જાણકારી
વિઝાનું વેટિંગ ટાઈમ ઓછું થશે?
અમેરિકા વિઝા લેવા માટે ભારતીયોને સૌથી વધારે મહેનત કરવી પડે છે, આમાં 600 દિવસ સુધીનો સમય પણ લાગી શકે છે. હવે પીએમ મોદીના અમેરિકાના પ્રવાસમાં તે અંગે પણ વાત થઇ શકે છે. આનાથી પહેલા કેટલાક અમેરિકન સાંસદો તરફથી પણ આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો અને ભારતીય માટે વિઝા વેટિંગને ઓછો કરવાની માંગ કરવામાં આવી હતી. જો આ બાબતે વાત બને છે તો ભારતીયોને અમેરિકાના વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં.
બંને દેશો વચ્ચે વ્યાપાર વધારવા પર થશે વાત
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડને મોટા સ્તર પર લઈ જવાની પણ વાત થઈ શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકા ભારતને ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF)ના હેઠળ ટ્રેડમાં સામેલ થવા માટે કહી શકે છે. આના પર વડાપ્રધાન મોદી મોહર મારી શકે છે.
અન્ય કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા સંભવ
બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉત્પાદન, ‘સંરક્ષણ ઔદ્યોગિક સહકાર માટે બ્લુ પ્રિન્ટ’ની રજૂઆત અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ પણ નક્કર પરિણામો આવવાની અપેક્ષા છે. બંને નેતાઓ રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, આ ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણ સહિત સામાન્ય હિતોને લગતા અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. તે ઉપરાંત ઇજિપ્ત સાથે પણ સહયોગ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, પીએમ મોદી અમેરિકાથી સીધા ઇજિપ્તના પ્રવાસ પર જશે. જ્યાં તેઓ ઇજિપ્તના પ્રેસિડેન્ટ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સહયોગ વધારવા અંગે વાત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- ટાઈટેનિક જોવા ગયેલી સબમરિન ગુમ; સવાર છે બ્રિટિશ અબજોપતિ સહિત પાંચ લોકો