‘આર્ટિફિશિયલ સ્વીટનર’ના નામે તમે શું ખાઇ રહ્યા છો?
કોઇ પણ વ્યક્તિ માટે જરુર કરતા વધુ ગળ્યુ ખાવું ફાયદાકારક નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. વધારે ગળ્યુ ખાવું સ્કીન પ્રોબલેમ્સ અને દાંતમા કેવિટીથી લઇને ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી ગંભીર સમસ્યાઓને જન્મ આપે છે. કેટલાક લોકો આ બધા નુકશાન જાણતા હોવાના કારણે ખાંડને છોડવા તો ઇચ્છે છે, પરંતુ ગળી વસ્તુથી દુર રહેવુ તેમના માટે શક્ય હોતુ નથી. આજ કારણ છે કે ખાંડના વિકલ્પ તરીકે લોકોમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ટ્રેન્ડ વધી ગયો છે. સ્લિમ ટ્રિમ અને સુંદર દેખાવાની ચાહતમાં લોકો આર્ટિફિશિયલ સ્વીટનર્સ તરફ આકર્ષિત થાય છે.
આર્ટિફિશિયલ સ્વીટનર્સમાં કેલરીની માત્રા ઝીરો સમાન હોય છે અને તે પ્રાકૃતિક મીઠાસ એટલે કે ખાંડ કે ગોળનો હેલ્ધી વિકલ્પ હોવાનો દાવો કરે છે. ડાયાબિટીસના દર્દીઓ વજન ઘટાડવા માટે પણ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ શું તે શક્ય છે? શું ખરેખર આર્ટિફિશિયલ સ્વીટનર્સ ખાંડનો હેલ્ધી વિકલ્પ હોઇ શકે? છેલ્લા ધણા સમયથી થઇ રહેલા રિસર્ચ અને થિયરીઝમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સના ઉપયોગ પર સવાલ ઉઠાવાયા છે.
શું છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ?
આર્ટિફિશિયલ સ્વીટનર્સ શુગરનો વિકલ્પ છે. તેમાં કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેનો સ્વાદ ખાંડ જેવો જ હોય છે, પરંતુ તે ખાંડ કરતા પણ મીઠા હોય છે. એક સાબુદાણા જેટલી ગોળી તમારી ચાને મીઠી બનાવી દે છે અથવા બે ચમચી ખાંડ જેટલી મીઠાસ લાવી દે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સ માટે એવો દાવો કરાય છે કે તે ઝીરો કેલરી ધરાવે છે અને તેના સેવનથી તમારુ વજન નહીં વધે, પરંતુ તે સંપુર્ણ સત્ય નથી.
આ બિમારીઓનો ખતરો
છેલ્લા કેટલાક સમયથી થયેલા રિસર્ચમાં દાવો કરાયો છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ વ્યક્તિના મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે છે. તેનો વધુ પડતો ઉપયોગ હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, કેન્સર, અસ્થમા, ડિપ્રેશન, એલર્જી જેવી ઘણી બિમારીઓનો ખતરો વધારે છે. કેટલાક રિસર્ચમાં સામે આવ્યુ છે કે આર્ટિફિશિયલ સ્વીટનર લોહીમાં ગ્લુકોઝની માત્રાને વધારે છે. તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું રિસ્ક વધે છે.
એક રિસર્ચમાં તો એવું પણ કહેવાયુ છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ તમારા પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યાને ઘટાડે છે. જેના કારણે તમારા પેટમાં અનેક પરેશાનીઓ થાય છે. શરીરમાં સોજો વધે છે. સમયની સાથે મેદસ્વીતા અને ડાયાબિટીસનું કારણ બને છે. આંતરડામાં ગેસ જેવી સમસ્યા થાય છે. એક રિસર્ચમાં તો એવું કહેવાયુ છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો લાંબા સમય સુધી ઉપયોગ સ્તન કેન્સર અને મેદસ્વીતા સાથે જોડાયેલા કેન્સરના જોખમને વધારે છે.
આ પણ વાંચોઃ સુહાના ખાનને ફ્લાઇંગ કિસ કરી અગસ્ત્ય નંદાએઃ વીડિયો વાઇરલ