મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના સમર્થનમાં ફોટો વાયરલ થઈ રહ્યા છે અને તે બહુ સારો માણસ હોવાનું કહવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ બહુ પુણ્યના કામ કરતાં હોવાનું વાયરલ ફોટોમાં કહેવામાં આવ્યું છે ત્યારે હવે અહી અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટનામાં કથિત આરોપી જયસુખ પટેલ કોણ છે ?
આજ રીતે હમણાં એક તસવીર વાયરલ થઈ છે જેમાં પાટીદાર સંસ્થાના લેટર પેડ પર જયસુખ પટેલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબીની ઘટના એ માત્ર ભારત દેશમાં નહિ પણ વિદેશમાં પણ ચર્ચાનો વિષય બની હતી કારણ કે આ પુલ દુર્ઘટનામાં પુલના સમારકામમાં બેદરકારીને લીધે 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ અગાઉ પણ જયસુખ પટેલને સમર્થન કરતાં સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયા હતા ત્યારે હવે પ્રશ્ન એ છે કે કોઈ પણ સમર્થક આવી રીતે 135 લોકોના મોતના આરોપીને સમર્થન આપવા નિકડે તો તેની ગુજરાતમાં કે દેશમાં ખરાબ અસર પડી શકે છે. 135 લોકોના મોત થયા તે પરિવારોની જે વેદના છે એ કદાચ આ લોકો નઈ સમજી શકતા હોય.
આ પણ વાંચો : મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલનું ચાર્જશીટમાં નામ આરોપી તરીકે, પણ જયસુખ ક્યાં છે ?
છેલ્લા ઘણા સમયથી જયસુખ પટેલ પોલીસથી ભાગતો ફરતો હતો અને હમણાં થોડા દિવસ અગાઉ જ કોર્ટ સમક્ષ સરેન્ડર થયો હતો. હાલ જયસુખ પટેલ પોલીસ રિમાન્ડ પર છે. આવી રીતે જયસુખ પટેલના તરફેણમાં પત્ર વાયરલ થતાં આ વિષય પર લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે. અગાઉ જયસુખ પટેલે સુઓમોટો કેસની સુનાવણીમાં પણ મૃતકોને અને ઇજાગ્રસ્તોને વડતર આપવાની વાત કરી હતી.