મહિલાઓ સાવધાન! બ્રા ન પહેરવાની ભૂલ પડી શકે છે ભારે, જાણો તેના ગેરફાયદા
એવી ઘણી સ્ત્રીઓ છે જેમને બ્રા પહેરવી બિલકુલ પસંદ નથી. બ્રા પહેરવાથી ઘણી સ્ત્રીઓને ગૂંગળામણનો અનુભવ થાય છે. મહિલાઓનું કહેવું છે કે તેઓ જયારે ફીટીંગ વાળી બ્રા પહેરે છે ત્યારે તેઓ પોતાને ઠીક મહેસુસ નથી કરતી. વિવિધ આરોગ્ય નિષ્ણાતો બ્રા વિશે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાક માને છે કે બ્રા પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. જ્યારે કેટલાક માને છે કે મહિલાઓ માટે બ્રા પહેરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે બ્રા પહેરવી કે ન પહેરવી તે દરેક મહિલાની પોતાની અંગત પસંદગી હોય છે, પરંતુ આવો જાણીએ આ અંગે હેલ્થ એક્સપર્ટનું શું કહેવું છે?
બ્રા પહેરવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા
ન્યુયોર્ક સિટીમાં બોર્ડ-સર્ટિફાઇડ પ્લાસ્ટિક સર્જન એમ ચેન કહે છે કે જો તમારા સ્તનનું કદ મોટું છે. તો બ્રા ન પહેરવાથી તમને ગરદનના દુખાવાનો સામનો કરવો પડી શકે છે. ધ જર્નલ ઓફ ઓર્થોપેડિક્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં મોટા બ્રેસ્ટ કપના કદ અને ખભા કે ગરદનના દુખાવા વચ્ચેની કડી જોવા મળી છેઅભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે સ્તનનું કદ વધે છે. ત્યારે ટ્રેપેઝિયસ સ્નાયુઓ પર તાણ આવે છે. જેના કારણે ગરદનના પાછળના ભાગથી ખભા સુધી દુખાવો થાય છે. આવી સ્થિતિમાં સ્તનને ટેકો આપવા અને ગરદનના દુખાવાથી બચવા માટે તમે યોગ્ય કદની બ્રા પહેરવી મહત્વપૂર્ણ છે.ઘણી સ્ત્રીઓને બ્રા પહેરવી બિલકુલ પસંદ નથી કારણ કે તેઓ બ્રા પહેરવામાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે. આનું એક કારણ યોગ્ય કદ અને યોગ્ય ફેબ્રિકની બ્રા ન પહેરવાનું હોઈ શકે છે. ખોટી બ્રા પહેરવાથી તમારા સ્તનોમાં દુખાવો થઈ શકે છે. ઘણી સ્ત્રીઓ એવી છે જે ખોટી સાઈઝની બ્રા પહેરે છે.
યોગ્ય બ્રા નહી પહેરવાથી ખભાના ભાગે થઇ શકે દુખાવો
ડો.પાર્સલ્સ કહે છે કે ખોટી સાઈઝની બ્રા પહેરવાથી તમને અસ્વસ્થતા અનુભવાય છે સાથે જ બ્રેસ્ટમાં દુખાવો, એર પેસેજ ન થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ તેનાથી તમારા પોશ્ચર અને બ્રેસ્ટ પર પણ ખરાબ અસર પડે છે. ડૉ.પાર્સલ્સે કહ્યું કે જ્યારે તમે યોગ્ય સાઈઝની બ્રા પહેરો છો ત્યારે તમને ખૂબ જ આરામદાયક લાગે છે અને તમને ખબર પણ નથી પડતી કે તમે કંઈ પહેર્યું છે.જો તમારા સ્તનનું કદ વધારે છે તો સ્તનનું વજન તમારા ખભા પર બ્રાના પટ્ટાના નિશાન બનાવી શકે છે. આ નિશાનોને કારણે તમારે ખભામાં દુખાવોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં થોડા સમય માટે બ્રાને ઉતારવાથી પીઠ અને સ્તનમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકે છે. જેનાથી તમારી ત્વચામાં થતી બળતરા પણ ઓછી થઈ શકે છે. ડૉ.પાર્સલ્સ કહે છે કે સ્તનમાં યોગ્ય રક્ત પરિભ્રમણ માટે જરૂરી છે કે તમે રાત્રે સૂતી વખતે બ્રા ન પહેરો. ડૉ. ચેને કહ્યું બ્રા પહેરવાથી તમારા સ્તનોને ટેકો મળે છે. સારી બ્રા તમારા સ્તનોને ટેકો આપે છે અને સ્તનને ખેંચાઈ જતા અટકાવે છે. એનલ્સ ઓફ પ્લાસ્ટિક સર્જરીમાં એક અભ્યાસ સૂચવે છે કે ઉંમર, ઉચ્ચ BMI, ગર્ભાવસ્થા અને ધૂમ્રપાનને કારણે પણ સ્તનો ખેંચાઈ જાય છે.
બ્રેસ્ટ કેન્સર
અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર ઇન્ટરનેટ પર ઘણી અફવાઓને કારણે એવું માનવામાં આવે છે કે બ્રા પહેરવાથી સ્તન કેન્સર વધે છે. કારણ કે તે લસિકા પ્રવાહને અવરોધે છે. જોકે તે બિલકુલ યોગ્ય નથી. વર્ષ 2015માં થયેલા એક અભ્યાસ મુજબ બ્રા પહેરવાથી સ્તન કેન્સર થતું નથી.
કસરત દરમિયાન બ્રા પહેરવી જોઈએ
જો તમે કસરત કરો છો અથવા દોડવા જાઓ છો તો બ્રા પહેરવી જરૂરી છે. કસરત અને દોડતી વખતે બ્રા તમારા સ્તનનું રક્ષણ કરે છે. વર્કઆઉટ કરતી વખતે બ્રેસ્ટના લિગામેન્ટ્સ ખેંચાઈ જાય છે અને લાંબા સમય સુધી બ્રા વગર એક્સરસાઇઝ કરવાથી પણ બ્રેસ્ટનો શેપ બગડે છે. બ્રા વિના તીવ્ર વર્કઆઉટ કરતી વખતે સ્તનના સ્નાયુઓ ખેંચાય છે જેના કારણે સ્તનના સ્નાયુમાં ઢીલાશ આવે છે અને લચી પડે છે