ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલવિશેષ

PMને મળતી ગિફ્ટનું શું કરવામાં આવે છે, શું પ્રધાનમંત્રી પોતાની પાસે રાખી શકે?

Text To Speech

HD એક્સપ્લેનેશન ડેસ્કઃ  દેશના વડા પ્રધાન બનવું તે તેની પોતાની જવાબદારીઓ અને લાભોનો સમૂહ છે અને આ લાભો પૈકી, રાજદ્વારી પ્રવાસો પર, રાજ્ય અને દેશના વડાઓ, અન્ય પ્રસંગો અને લોકો તરફથી ભેટો મેળવવી, એ એકદમ સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે ભેટોનું શું થાય છે? તો આજે અમે તમને તેના વિશે જણાવીશું .

પ્રધાનમંત્રીને મળેલી ભેટ - Humdekhengenews
પ્રધાનમંત્રીને મળેલી ભેટ

ભેટનું શું કરવામાં આવે છે?: નિયમ પ્રમાણે, ભેટ તોષાખાનામાં જમા કરવામાં આવે છે, જેનું સંચાલન વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જૂન 1978ના ગેઝેટ નોટિફિકેશન મુજબ, સત્તાવાર મુલાકાત દરમિયાન વ્યક્તિને મળેલી દરેક ભેટ તેના પરત ફર્યાના 30 દિવસની અંદર તોશાખાનામાં જમા કરાવાની હોય છે. 2015 થી દરેક ક્વાર્ટરમાં વિદેશ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ પર તમામ જમા કરાયેલી ભેટોની જાહેરાત કરતી સૂચિ અપલોડ કરવામાં આવે છે. આ યાદીઓમાં વરિષ્ઠ ભારતીય સરકારના અધિકારીઓ દ્વારા મળેલી ભેટોનો સમાવેશ થાય છે – જે ક્રોકરી, ચિત્રો, દાગીના, દારૂ, સ્મૃતિચિહ્નો અને સાંસ્કૃતિક કલાકૃતિઓથી લઈને કંઈપણ હોઈ શકે છે.

પ્રધાનમંત્રીને મળેલી ભેટ - Humdekhengenews
પ્રધાનમંત્રીને મળેલી ભેટ

ગીફ્ટની કિંમતઃ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંની કેટલીક ભેટ રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ નિવાસ, વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન, વિદેશમાં ભારતીય દૂતાવાસો અને વિવિધ સરકારી વિભાગોમાં પણ ઉપયોગ માટે મૂકવામાં આવે છે. જો મળેલી ગીફ્ટની કિંમત ₹5,000 કરતાં ઓછી હોય તો તે વડાપ્રધાન પોતાની પાસે રાખી શકે છે. જો વડાપ્રધાનને 5000 કે તેનાથી વધારે કિંમતની કોઈ ભેટ પોતાની પાસે રાખવી હોય તો તેની જે તે કિંમત હોય તો તે ચુકવીને પોતાની પાસે રાખી શકે છે.

પ્રધાનમંત્રીને મળેલી ભેટ - Humdekhengenews
પ્રધાનમંત્રીને મળેલી ભેટ

ભેટને હરાજી માટે મૂકવામાં આવીઃ 2021 માં, દિગ્ગજ ક્રિકેટર સર ગેરી સોબર્સ દ્વારા હસ્તાક્ષર કરેલું એક ક્રિકેટ બેટ, જેની કિંમત ₹1 લાખ હતી તે PM દ્વારા જમા કરવામાં આવ્યુ્ં હતું.  2019માં પીએમ નરેન્દ્ર મોદીને મળેલી ભેટને હરાજી માટે મૂકવામાં આવી હતી. તેમને દેશભરમાંથી મળેલી 2700 થી વધુ ભેટો, વિવિધ સંસ્થાઓ અને મુખ્ય પ્રધાનો સહિત સરકારી અધિકારીઓ દ્વારા, નવી દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ્સમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ ગંગા નદીના સંરક્ષણ અને કાયાકલ્પ માટે કથિત રીતે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ DUમાં બોલ્યા PM, અમારું લક્ષ્ય 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે

Back to top button