વ્યક્તિના મૃત્યુ પછી તેના આધારકાર્ડ અને પાનકાર્ડનું શું થાય છે? જાણો સંપૂર્ણ વિગત

ભારતમાં આધારકાર્ડ અને પાનકાર્ડને ખૂબ જ મહત્વનું સરકારી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. પાસપોર્ટ બનાવવાથી લઈને બેંક અકાઉંટ ખોલાવવા સુધી આ બંને ડોક્યુમેન્ટની દરેક જગ્યાએ જરૂર પડે છે. એક સમય હતો જયારે ભારતમાં ઈલેક્શન કાર્ડને ખુબજ મહત્વનું માનવામાં આવતું હતું. પરંતુ હવે મોટાભાગના કામો માટે આધારકાર્ડ અને પાનકાર્ડની જરૂર પડે જ છે. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિના મૃત્યુ પછી આ સરકારી ડોક્યુમેન્ટનું શું થાય છે?
જો તમે તમારા પરિવારના મૃત્યુ પામેલ સભ્યોનું આધારકાર્ડ અને પાનકાર્ડથી જોડાયેલ કોઈ ફોર્માલીટી પૂરી નથી કરતા તો એના કારણે તમને મુશ્કેલીનો સામનો પણ કરવો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે આ ડોક્યુમેન્ટથી જોડાયેલ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ શું છે.
આ પણ વાંચો:1 જુલાઈ પહેલા આધાર અને PAN લિંક કરો, નહીં તો ભરવો પડશે આટલો દંડ !
‘આધારકાર્ડ’થી જોડયેલ સરકારી પ્રક્રિયા
ભારતમાં આધારકાર્ડને સૌથી મહત્વનું સરકારી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. જોકે કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ તેના આધારકાર્ડને ડીએક્ટીવેટ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેનો કોઈ દુરુપયોગ ન કરે એટલા માટે પરિવારના સભ્યોએ તેને મરણના પ્રમાણપત્ર (Death Certificate)થી લિંક કરાવવું જોઈએ.
આ પણ વાંચો:કોઈ પુરાવા ન હોવા છતાં તમે આધારકાર્ડ અપડેટ કરી શકશો, જાણો- કેવી રીતે
‘પાનકાર્ડ’થી જોડાયેલ સરકારી પ્રક્રિયા
પાનકાર્ડ સાથે જોડાયેલ પ્રક્રિયા થોડી લાંબી છે. જો મૃતક વ્યક્તિનું પાનકાર્ડ સરેન્ડર કરવું હોય તો તેના માટે મૃતકના કાનૂની ઉત્તરાધિકારીએ અસેસમેન્ટ ઓફિસરને એક અરજી લખવી પડશે. આ અરજીમાં પાનકાર્ડ સરેન્ડર કરવાનું કારણ બતાવવું પડશે. જોકે પાનકાર્ડ સરેન્ડર કરવું અનિવાર્ય નથી પરતું તેને સરેન્ડર કરવું જ સારુ છે કારણકે મૃતક વ્યક્તિના પાનકાર્ડ સાથે જોડાયેલ માહિતીનો કોઈ દુરુપયોગ ન કરી શકે.
આ પણ વાંચો:પાનકાર્ડ : કેમ અચાનક મહત્વ આપવામાં આવ્યું ? શું છે તેની આત્મકથા !
મૃતક વ્યક્તિનું બેંક અકાઉંટ પણ આ પ્રક્રિયા માટે ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ દરમિયાન મૃતકના કાનૂની ઉત્તરાધિકારી તેના બધાજ ખાતા બંધ કરાવે અને ઇન્કમ ટેક્સ રીટર્ન સાથે જોડાયેલ દરેક બાબતો પૂરી કરીને મૃતક વ્યક્તિનું પાનકાર્ડ આઈટી વિભાગને જમા કરાવી શકાય છે. પરંતુ આ પ્રક્રિયા ઇન્કમ ટેક્સ રીટર્ન દાખલ કરવાથી લઈને આઈટી વિભાગની બધી જ પ્રક્રિયાને પૂર્ણ કર્યા પછી જ કરવી જોઈએ.
એ સિવાય મૃતક વ્યક્તિનાં પાનકાર્ડને ત્યાં સુધી સંભાળીને રાખવું જોઈએ કે જ્યાં સુધી તેના બધા જ અકાઉંટસ પૂર્ણ રીતે બંધ ન થાય. જો મુતકનો કોઈપણ ટેક્સ રીફંડ ચુકવવાનો બાકી રહી ગયો હોય તો આવા કિસ્સામાં તેના અકાઉંટસ ત્યાં સુધી ડીએક્ટીવેટ ન કરો જ્યાં સુધી ટેક્સ રીફંડ ન થાય.
આ પણ વાંચો:પાનકાર્ડ : કેમ અચાનક મહત્વ આપવામાં આવ્યું ? શું છે તેની આત્મકથા !