ગુજરાત
જામનગરના આ ગામમાં યુવક સાથે એવું તો શું થયું કે તેણે કરી લીધી આત્મહત્યા
જામનગર જિલ્લામાં સામાન્ય બાબતોએ લોકો આવેશમાં આવી જીંદગી ટુંકાવી લેવા જેવું પગલું ભરી લેતા હોય તેવા બનાવોમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે મોટી બાણુંગાર ગામે બે દિવસ પહેલા સાવન નરેશભાઈ પારીયા (ઉ.વ.22) નામના એક યુવકે ફાંસોખાઈ લીધો હતો જેનું સારવારમાં મોત થયું હતું ત્યારે પોલીસ તપાસમાં તેની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પગલું ભરવાનું કારણ જણાવ્યું હતું.
યુવતી સાથે વાહન અથડાતા બે શખ્સોએ માર માર્યો હતો
સાવને કરેલા આપઘાત બાદ તેના પિતા અને પરીવારજનો દ્વારા તેને મરવા મજબુર કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાનું જણાવ્યું હતું જો કે બાદમાં પોલીસની સમજાવટથી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત સાવનને મરવા મજબુર કરનાર સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં તેના પિતાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાવન ગામમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ગામની સીમમાં એક યુવતીના વાહન સાથે તેનું બાઈક અથડાયું હતું. જેના કારણે ગામના લોકોએ તેને જાહેરમાં ફડાકાઓ માર્યા હતા. જેના કારણે સાવન અને માતા-પિતાની બદનામી થઈ હોય જે તે સહન ન કરી શકતા તેણે તેની માતાને ઉલેખ્ખી ચિઠ્ઠી લખી પોતે આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે ગુનાની તપાસ શરૂ કરી છે.