ટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

મહિલા સાથે એવું તો શું થયું કે સલોન જઈને આવી તો કિડનીમાં થઈ ઈજા! જાણો આવું કેમ થયું?

  • સલોનમાંથી આવ્યા બાદ મહિલાને ઉલ્ટી, તાવ, ઝાડા અને કમરના દુખાવાની તકલીફ થવા લાગી 

HD ન્યૂઝ ડેસ્ક, 30 માર્ચ: સામાન્ય રીતે લોકો હેર કટ અથવા હેર ટ્રીટમેન્ટ માટે સલોનમાં જાય છે. ઘણી વખત, જો કોઈ પ્રોફેશનલ તમારા વાળ વધારે કાપી દે છે, તો પછી વિવાદ થાય છે અથવા તો ખરાબ પ્રોડક્ટ લગાવવાને કારણે કોઈના વાળ પર રિએક્શન આવે તો પણ વિવાદ થાય છે. પરંતુ તાજેતરમાં એક આશ્ચર્યજનક અને ડરામણો કિસ્સો બન્યો છે. જેમાં વાળની ​​સારવાર માટે ગયેલી મહિલા જ્યારે પરત આવી ત્યારે તેની કિડનીને ઘણું નુકસાન થયું ગયું હતું. એક 26 વર્ષીય ટ્યુનિશિયન મહિલાને સલોનની ​​​​મુલાકાત લીધા પછી કિડનીમાં ત્રણ ઇજાઓ થઈ હતી. ઘટના બાદ ડોક્ટરોએ આ અંગે સૂચનો જારી કરીને કહ્યું કે, કઈ ભૂલના કારણે કોઈની સાથે આવું થઈ શકે છે.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં આ મહિને પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, સંપાદકને લખેલા પત્રમાં, ફ્રેન્ચ ડોકટરોએ વાળને સ્મૂથ અને સ્ટ્રેટનિંગ કરનારી કેટલીક પ્રોડક્ટ્સને કિડનીની ઈજા સાથે જોડ્યા છે. કેસ સ્ટડીમાં રહેલી મહિલાને અગાઉ કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા ન હતી. પરંતુ જ્યારે તે ડૉક્ટર પાસે પહોંચી ત્યારે તેને ઉલ્ટી, તાવ, ઝાડા અને કમરના દુખાવાની તકલીફ હતી. લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘તેણીને તે જ દિવસે તે જ સલોનમાં વાળની ​​સારવાર કર્યા પછી કિડનીની ગંભીર ઈજા થઈ હતી.’ મહિલાએ જણાવ્યું કે, વાળની ​​સારવારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તે સળગતી સંવેદના અનુભવી રહી હતી, ત્યારબાદ તેની ખોપરી ઉપરની ચામડીમાં અલ્સર થઈ ગયું હતું.

મહિલાના લોહીમાં પ્લાઝ્મા ક્રિએટિનિનનું સ્તર મળી આવ્યું 

તપાસ દરમિયાન તબીબી સ્ટાફને જાણવા મળ્યું કે, તેના લોહીમાં પ્લાઝ્મા ક્રિએટિનિનનું સ્તર એલિવેટેડ હતું. પ્લાઝ્મા ક્રિએટિનિન એ વેસ્ટ પ્રોડક્ટ છે જે સ્નાયુઓમાંથી આવે છે – જ્યારે તે લોહીમાં પ્રવેશ કરે છે, ત્યારે તે કિડની દ્વારા ફિલ્ટર થાય છે. મહિલા જ્યારે સલોનમાં ગઈ ત્યારે હેર સ્ટાઈલિસ્ટે તેના વાળ પર ક્રીમ લગાવી જેમાં 10% ગ્લાયોક્સિલિક(Glyoxylic) એસિડ હોય છે. સંશોધકોનું માનવું છે કે, આ રસાયણ જ કિડનીને નુકસાન પહોંચાડે છે.

દલીલ એવી છે કે, ‘આ પરિણામો પુરાવા પૂરા પાડે છે કે ગ્લાયોક્સીલિક એસિડ ધરાવતી વાળને સ્ટ્રેટનિંગ ક્રીમ તેના માટે જવાબદાર છે.’ ઉલ્લેખનીય છે કે, ગ્લાયોક્સિલિક એસિડ પેટન્ટ કરવામાં આવ્યું હતું અને તેને તાજેતરમાં જ વાળને સ્ટ્રેટનિંગ કરવાના પ્રોડક્ટ્સમાં ફોર્માલ્ડીહાઈડ(formaldehyde) ધરાવતા ફોર્મ્યુલેશનના સલામત વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

સ્ટ્રેટનિંગ કરવા માટેના રાસાયણિક ઉત્પાદનો સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારી શકે છે

2022માં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે, વાળને સીધા(સ્ટ્રેટનિંગ) કરવા માટેના રાસાયણિક ઉત્પાદનો સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારી શકે છે. સંશોધકોએ ઉત્પાદનોમાં અંતઃસ્ત્રાવી વિક્ષેપ પાડતા રસાયણો તરફ ધ્યાન પણ દોર્યું હતું.

આ પણ જુઓ: શું તમે વિમાનો પર લખેલા VTનો અર્થ જાણો છો? નહીં, તો જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

Back to top button