ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

અરિજીત સિંહને શું થયું? કોન્સર્ટ મુલતવી રાખવી પડી, ચાહકોની પણ માંગી માફી

  • દુનિયામાં અરિજીત સિંહ જ્યાં પણ પરફોર્મ કરે છે, ત્યાં તેના ફેન્સ મોટી સંખ્યામાં ભેગા થઈ જાય છે

મુંબઈ, 02 ઓગસ્ટ: બોલિવૂડ સિંગર અરિજીત સિંહની ફેન ફોલોઈંગ એક અલગ જ લેવલની છે, તે દુનિયામાં જ્યાં પણ પરફોર્મ કરે છે, ત્યાં તેના ફેન્સ મોટી સંખ્યામાં ભેગા થઈ જાય છે. અરિજીત ટૂંક સમયમાં UKમાં તેનો પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યો હતો, પરંતુ હવે તેના ચાહકો માટે એક તણાવપૂર્ણ સમાચાર છે. અરિજીત સિંહે 11 ઓગસ્ટથી શરૂ થનારી તેની UK ટૂરનો શો મોકૂફ રાખ્યો છે. ‘મેડિકલ સિચુએશન’ને તેના નિર્ણયનું કારણ ગણાવીને તેણે આ માટે ચાહકોની માફી પણ માંગી હતી. અરિજીત સિંહે પોતાની પોસ્ટમાં કોન્સર્ટની નવી તારીખો પણ જણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Arijit Singh (@arijitsingh)

મેડિકલ સિચુએશનને કારણે અરિજીતે યુકેનો પ્રવાસ સ્થગિત રાખ્યો

પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ચાહકોને માહિતી આપતાં અરિજીતે નોટમાં લખ્યું કે, “પ્રિય ચાહકો, મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અચાનક મેડિકલ સિચુએશને કારણે મારે ઓગસ્ટના કોન્સર્ટ મોકૂફ રાખવાની ફરજ પડી છે. હું જાણું છું કે તમે આ શોની કેટલી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા, અને હું તમને નિરાશ કરવા બદલ માફી માંગુ છું.” અરિજીતે તેની નોંધમાં જણાવ્યું નથી કે તેની ‘મેડિકલ સિચુએશન’ શું છે. પરંતુ તેમણે આગળ લખ્યું કે, ‘તમારો પ્રેમ અને સપોર્ટ મારી તાકાત છે. આ વિરામને વધુ એક જાદુઈ રીયુનિયનના વચનમાં ફેરવીએ.

અરિજીતના કોન્સર્ટની નવી તારીખો: 15 સપ્ટેમ્બર (લંડન), 16 સપ્ટેમ્બર (બર્મિંગહામ), 19 સપ્ટેમ્બર (રોટરડેમ) અને 22 સપ્ટેમ્બર (માન્ચેસ્ટર). અગાઉના સમયપત્રક મુજબ ખરીદેલી ટિકિટો જ માન્ય રહેશે.

પોતાની નોંધ પૂરી કરતાં અરિજીતે લખ્યું કે, “સમજણ, ધૈર્ય અને ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમ માટે આભાર. હું તમારા બધા સાથે અવિસ્મરણીય યાદો બનાવવા માટે આતુર છું. દિલથી ક્ષમાયાચના અને ખૂબ આભાર સાથે, અરિજીત સિંહ.”

ચાહકોએ અરિજીત માટે પ્રાર્થના કરી

અરિજીતની પોસ્ટ પર, તેના ચાહકો ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા. ઘણા ચાહકોએ તેને ‘જલ્દી સાજા થવા’ કહ્યું હતું. એક યુઝરે લખ્યું કે, ‘તમે જલ્દી સાજા થઈ જાવ. અમે બધા 11થી તમારા કોન્સર્ટ માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ તેમ છતાં તમારું સ્વાસ્થ્ય અમારા માટે વધુ મહત્ત્વપૂર્ણ છે. અમે દરેક ક્ષણે, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છીએ.”

અરિજીત 11 ઓગસ્ટે માન્ચેસ્ટરના કો-ઓપ લાઈવ એરેનાથી UK પ્રવાસ શરૂ કરવાનો હતો. આ સ્થળે પરફોર્મ કરનાર તે પ્રથમ દક્ષિણ એશિયાઈ કલાકાર બનવા જઈ રહ્યો હતો.

આ પણ જૂઓ: આંખોની સર્જરીની વાતો વચ્ચે મુંબઈમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યો શાહરુખ

Back to top button