વાહનો પર બોર્ડ મુકીને નાગરિકો સરકારી વહીવટ તંત્ર અને તેમાં પણ પોલીસ પર પ્રભાવ સર્જવા કેટલાક તત્વો આજકાલ બેફામ બન્યા છે. સરકારી વાહન સિવાય કોઈ પણ વાહન પર આવી રીતે પોતાનો હોદ્દો પ્રદર્શિત કરી શકતો નથી. મોટર વાહન એક્ટના 1989 ના નિયમ 125 પ્રમાણે કોઇપણ સરકારી અધિકારી કે તેમને લગતા વળગતા લોકો પોતાની માલિકીના વાહન પર કોઇપણ પ્રકારના હોદ્દાના બોર્ડ કે લખાણ તે કાયદાકીય ગુન્હો બને છે ત્યારે આજકાલ આવા તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો :હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો, દેશભરમાં લાગુ થશે નવી સિસ્ટમ તમે પણ જાણી લો
ગૃહ વિભાગ દ્વારા છ ફેબ્રુઅરી 2000 ના રોજ એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે મુજબ રાજ્ભરની RTO કચેરી અને 58 ચેકપોસ્ટ ઉપર એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. RTO તરફથી મળતી માહિતી મુજબ જુન-2022 પ્રમાણે ત્રણ વર્ષમાં 51 અધિકારી અને કર્મચારીઓ સામે પોતાની માલિકના વાહનો પર નામ કે સરકારી હોદ્દાનો બોર્ડ કે લખાણ પ્રદર્શિત કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :સુરતનો કર્મચારી જ ચોર: ગેસ કટરથી તિજોરી કાપી, ગામના ખેતરમાં રૂ.50 લાખ દાટી દિધા
આટ-આટલી કાર્યવાહીઓ કરવા છતાં હજુ પણ કેટલા લોકો વેફામ બની કાયદા અને નિયમોને નેવે મુકીને પોતાની હરકતોમાં કોઈ સુધાર લાવી શક્ય નથી અને ગાંધીનગર સચિવાલય ખાતે જ પાર્કિંગમાં પડેલી કેટલીય અંગત કારો પર આ પ્રકારના લખાણ અને બોર્ડ લગાવેલ ગાડીઓ ઉભેલી જોવા મળે છે.