તમારું જ્ઞાન શું કહે છે : આજે 75 મો સ્વતંત્રતા દિવસ કે 76 મો ?


આજે સવારથી સૌ કોઈ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એક સવાલ પણ વારંવાર કરવામાં થઈ રહ્યો છે કે ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ? આવો સમજીએ…
આપણ દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.

આ તમામ પરથી એક તારણ સ્પષ્ઠ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.
આ પણ વાંચો : આગામી 25 વર્ષ માટે શું છે પ્લાન ? આવો જાણીએ PMની 10 મોટી વાતો