રાષ્ટ્રપતિ પાસેથી અધિકારો છીનવીને તમે શું સંદેશ આપવા માંગો છો? નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમ પર ખડગે ગુસ્સે


PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ઉદઘાટન સમારોહ પહેલા જ તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે PM મોદીને કહ્યું કે તમારી સરકારના ઘમંડે સંસદીય પ્રણાલીને બરબાદ કરી દીધી છે.
मोदी जी,
संसद, जनता द्वारा स्थापित लोकतंत्र का मंदिर है।महामहिम राष्ट्रपति का पद संसद का प्रथम अंग है।
आपकी सरकार के अहंकार ने संसदीय प्रणाली को ध्वस्त कर दिया है।
140 Cr भारतीय जानना चाहते हैं कि भारत के राष्ट्रपति से संसद भवन के उद्घाटन का हक़ छीनकर आप क्या जताना चाहते हैं ?
— Mallikarjun Kharge (@kharge) May 25, 2023
આદિવાસી મહિલાને ચૂંટણી લાભ માટે પ્રમુખ બનાવ્યા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે મોદી સરકારે માત્ર ચૂંટણીના ફાયદા માટે દલિત અને આદિવાસી પ્રમુખ બનાવ્યા છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે નવા સંસદ ભવનનાં શિલાન્યાસ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ સાથે હવે રાષ્ટ્રપતિ મુર્મુને પણ ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

19 વિરોધ પક્ષોએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત 19 વિપક્ષી દળોએ PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ નવા સંસદ ભવનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સાથે શાહે ઉદ્ઘાટન પર વિપક્ષના બહિષ્કાર અંગે કહ્યું કે તમે તેને રાજકારણ સાથે ન જોડો. દરેક વ્યક્તિ પોતાના અંતરાત્મા પ્રમાણે કામ કરે છે. શાહે નવા સંસદ ભવન સાથે જોડાયેલી ઘણી માહિતી પણ આપી હતી.