સંબંધોમાં પુરુષો લાઇફ પાર્ટનર પાસેથી આખરે ઇચ્છે છે શું?
- પુરુષો સ્ત્રીઓ જેટલા એક્સ્પ્રેસિવ હોતા નથી
- સ્ત્રીઓ સરળતાથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે
- દરેક વ્યક્તિ ઇચ્છે છે કે સંબંધોમાં તેને માન મળે
સંબંધો ભલે પતિ-પત્નિના હોય કે બોય ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના, પરંતુ તેમાં એક વાત કોમન છે અને તે એ કે સ્ત્રીઓ ખૂબ એક્સ્પ્રેસિવ હોય છે. સ્ત્રીઓ પોતાના પાર્ટનરને પોતાના દિલની લાગણીઓ કહેવામાં સમય લેતી નથી. તે સરળતાથી પોતાના મનની વાત પાર્ટનર સામે રાખી દે છે. જોકે મેલ પાર્ટનર એટલી સરળતાથી વ્યક્ત થઇ શકતા નથી. આ મેલની જન્મજાત લાક્ષણિકતા હોય છે. આજ કારણ છે કે ઘણી વખત સ્ત્રીઓ સમજી શકતી નથી કે પુરુષો તેમની પાસેથી શું ઇચ્છે છે? જોકે એવી અનેક વાતો છે જે દરેક પુરુષ પોતાના ફીમેલ પાર્ટનર પાસે ઇચ્છે છે.
પાર્ટનરનું રિસ્પેક્ટ કરો
કોઇ પણ સંબંધોમાં બે વ્યક્તિ હોય છે. જો છોકરીઓ માન-સન્માનની હકદાર છે, તો પુરુષોને પણ તે મળવુ જોઇએ. તેઓ પણ ઇચ્છે છે કે તેમનુ સ્ત્રી પાત્ર તેમની રિસ્પેક્ટ કરે. જો તમારા પાર્ટનર કોઇ પણ કામમાં તમને સારા નથી લાગતા તો પણ દરેક વાતમાં તેમની કમી કે ભૂલનો અહેસાસ કરવાના બદલે તેમનો સાથ આપો. તેમનું સન્માન કરો. જો તમે ઇચ્છો છો કે તમારા રિલેશન લાઇફટાઇમ સ્ટ્રોંગ રહે તો તમારે તમારા પાર્ટનરનું રિસ્પેક્ટ કરવુ જોઇએ.
પાર્ટનરની પ્રશંસા કરો
હંમેશા મહિલાઓને તેમના પાર્ટનર પાસેથી કોમ્પિલમેન્ટ સાંભળવાની આશા હોય છે. તે ઇચ્છે છે કે તેમનો પતિ કે બોયફ્રેન્ડ તેમની પર ધ્યાન આપે અને તેમના વખાણ કરે. ઠીક એજ રીતે તમારે તમારા પાર્ટનરના પણ વખાણ કરવા જોઇએ. તમારે પણ તેની ફિલિંગ્સ સમજવી જોઇએ. તમારો પતિ કે બોયફ્રેન્ડ પણ ઇચ્છે છે કે તમે તેની નાની નાની વાતોને નોટિસ કરો અને તેના વખાણ કરો. તેને પ્રોત્સાહન આપો.
અંડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી
જે રીતે તમે ઇચ્છો છો કે તમારા પાર્ટનર તમારી વાતોને અને તમારી ફિલિંગ્સને સમજે એજ રીતે તેઓ પણ ઇચ્છે છે કે તમે તેમના ઇમોશન્સની કદર કરો. તમે તેમની ફિલિંગ્સને સમજો અને તેમને સ્પેસ આપો. કોઇ પણ પરેશાનીમાં તેમની સાથે બેસીને તેમની વાત સાંભળો અને તેમની પરેશાનીઓને સમજો.
કોઇ પણ સંજોગોમાં સપોર્ટ કરો
જે રીતે તમે ઇચ્છો છો કે તમારા પતિ કે બોયફ્રેન્ડ દરેક સંજોગોમાં તમારી સાથે ઉભા રહે, દરેક સ્થિતિમાં તમારો સપોર્ટ કરે, ઠીક એ રીતે તેઓ પણ ઇચ્છે છે કે દરેક પગલે તમે તેમનો સાથ આપો. ઘરના પ્રોબ્લેમ્સ હોય કે કોઇ પણ પ્રકારની નાણાંકીય તકલીફો, પતિ ઇચ્છે છે કે પત્ની તેની પર ભરોસો કરે અને તેમના પ્રત્યે ઇમાનદાર રહે.
આ પણ વાંચોઃ ઘરમાં વડીલોના ચિડચિડિયા સ્વભાવને આ રીતે કરો હેન્ડલ