ટ્રેન્ડિંગવર્લ્ડ

સંસદમાં કપડાં ઉતારવાવાળા સાંસદે શું કહ્યું? વાંચો આ અહેવાલ

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાંસદ બધાની સામે પોતાના કપડાં ઉતારતા દેખાઈ રહ્યા છે. આ મામલે ઓનલાઇન યૂજર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઘટના નેપાળની છે. અહીં અપક્ષ સાંસદ અમરેશકુમાર સિંહે સોમવારે સૌની સામે પોતાનો શર્ટ અને ગંજી ઉતારી દીધી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સંસદમાં તેમને બોલવા માટે સમય આપ્યો નહોતો.

સાંસદે કેમ ઉતારવા પડ્યા સંસદમાં કપડા?

સિંહ નેપાળી કોંગ્રેસના પૂર્વ નેતા છે. તેઓએ ગત વર્ષે સરલાહીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, કારણ કે, તેમને નેપાળી કોંગ્રેસ તરફથી ટિકિટ નહોતી અપાઈ. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીથી પીએચડી કરનારા સિંહે ત્યારે પોતાના કપડાં ઉતારી નાખ્યા, જ્યારે હાઉસ ઓફ રિપ્રેજેન્ટિવ્સ (HOR)ના સ્પીકર દેવરાજ ધિમિરેએ તેઓને બોલવાની મંજૂરી નહોતી આપી. ધિમિરેએ તેમને ચેતવણી આપતાં કહ્યું કે, ‘જો HOR મીટિંગમાં શાંતિથી વ્યવહાર ન કર્યો તો તેમના પર એક્શન લેવામાં આવશે’

ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવા માટે હું શહીદ થવા તૈયાર છું

પોતાના કપડાં ઉતારવા અગાઉ સિંહે કહ્યું કે, ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવા માટે હું શહીદ થવા તૈયાર છું.’ ધિમિરેએ તેમને કહ્યું કે, ‘સાંસદીય મર્યાદા’નું ધ્યાન રાખો, જોકે, સિંહે ધિમિરેની વાતને સાંભળ્યા વિના પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. આથી ત્યાં ઉપસ્થિત અન્ય સાંસદોએ માંગ કરી કે સિંહનો મેડિકલ ટે્સ્ટ કરાવવો જોઇએ., તે પછી સિંહ સંસદ છોડીને જતા રહ્યા. નેપાળની સંસદમાં થયેલી આ પ્રકારની પ્રથમ ઘટના છે.

સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયા

એક ઓનલાઇન યૂઝરે કહ્યું, હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સની બેઠકમાં સ્પીકરે જ્યારે ભ્રષ્ટાચાર પર બોલવાની મંજૂરી ન આપી, તો અપક્ષ સાંસદ અમરેશકુમાર સિંહે પોતાના કપડાં ઉતારી નાખ્યા.’ અન્ય એક યૂઝરે કહ્યું, ‘પ્રતિનિધી સભાના અધ્યક્ષ દેવરાજ ધિમિરેએ સંસદમાં બોલવાની મંજૂરી ન આપી, આથી નેપાળના સાંસદ અમરેશકુમાર સિંહે પોતાના કપડાં ઉતારી નાખ્યા. ઘટનાના એક વીડિયોમાં સિંહ ગુસ્સામાં શર્ટ અને ગંજી ઉતારતા દેખાઈ રહ્યા છે.’

 

આ પણ વાંચો: ઈમરાનની ધરપકડથી સમર્થકો ગુસ્સે ભરાયા, દેશભરમાં કલમ 144 લાગુ

Back to top button