એવું તો શું કહ્યું કન્યાના પિતાએ કે વરરાજા દુલ્હનને લીધા વગર જ જાન લઈને પાછા ફર્યા!
- માનીતા પિતાએ રાખી 3 વિચિત્ર શરતો
- લગ્ન બાદ પિતાની શરતોના કારણે વિદાય ના થઇ.
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં લગ્ન સાથે જોડાયેલો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં વિદાય દરમિયાન વધુના પિતાએ વર અને તેના પરિવાર સામે એવી 3 શરતો મૂકી, જેને સાંભળીને સૌના હોંશ ઉડી ગયા. આમાંથી એક શરત હતી કે, વર વધુ વચ્ચે શારીરિક સંબંધ નહીં હોય.
આ પણ વાંચો: Movie Adipurush : સીતાનું પાત્ર ભજવતી કૃતિ સેનનના મંદિરમાં Kissના વીડિયોથી હળકંપ
આ વાત છે ઝાંસી જિલ્લાના બરુઆસાગર થાના ક્ષેત્રના સિનૌરા નિવાસી માનવેન્દ્રના લગ્નની, તેના લગ્ન ગુરસરાંયમાં રહેનારી છોકરી સાથે નક્કી થયા હતા. 6 જૂનના રોજ તેની જાન ગઈ હતી. ત્યારે જ આ વિચિત્ર બનાવ બન્યો હતો. માનવેન્દ્રની જાનતો ઢોલ-શરણાઇ સાથે ગઈ અને રીત-રિવાજ મુજબ પરણીતર થયા, પરંતુ પછી જે થયું એ જોવા જેવું થયું.
ઢોલ નગારાની સાથે જાન મેરેજ હોલમાં આવતાની સાથે જ દુલ્હન પણ તૈયાર થઈને પોતાના માનેલા પિતા અને બહેન સાથે બરુઆસાગર સ્થિત મેરેજ હોલે પહોંચી હતી. અહીં તિલક, જયમાળા, અને સાત ફેરા જેવી રીત વિધિવત કરવામાં આવી. ત્યાર બાદ વિદાઇનો સમય આવ્યો. વરપક્ષ વિદાઇની તૈયારીમાં લાગેલો હતો, ત્યાં જ દુલ્હને સાસરે જવાની ના પાડી દીધી.
દુલ્હને સાસરે જવાનીના પાડતા પિતાએ રાખી આ ત્રણ શરત
1. લગ્ન બાદ વર વધુ સાથે કોઇ શારિરીક સંબંધ નહી રાખે.
2. દુલ્હનની સાથે તેની નાની બહેન પણ તેના સાસરે જશે.
3. દુલ્હનના માનેલા પિતા ગમે ત્યારે તેના સાસરે આઇ જઇ શકે કોઇ તેને રોકશે નહીં.
જ્યારે આ ત્રણ શરતો વર અને તેના પિતાએ સાંભળી તો તેઓએ દુલ્હનને લઈ જવાની ના પાડી દીધી. ગુસ્સે થયેલી દુલ્હન પણ માનીતા પિતા સાથે પોતાના ઘરે જતી રહી. અંતમાં ઢોલ નગારા સાથે ગયેલી માનવેન્દ્રની જાન દુલ્હનને લીધા વગર જ પાછી ફરી.
આ પણ વાંચો: શું બીજેપી 2024 માટે નવા પાર્ટનરની શોધમાં છે? કોંગ્રેસની શું છે તૈયારી?