ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પરિણામ પહેલાં ચૂંટણીપંચે મતગણતરી અંગે શું કહ્યું? જાણો અહીં

  • ચૂંટણી કમિશનરોએ ખુરશી પરથી ઉભા થઈને મતદાન કરવા બદલ દેશના લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું
  • 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારોની ભાગીદારી સાથે વૈશ્વિક રેકોર્ડ સર્જાયો

નવી દિલ્હી, 3 જૂન: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે આજે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ચૂંટણી કમિશનરોએ મતદાન કરવા બદલ દેશના મતદારોનો આભાર માન્યો હતો. ચૂંટણી કમિશનરો તેમની ખુરશીઓ પરથી ઉભા થયા અને દેશના લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયામાં 68,000 થી વધુ મોનિટરિંગ ટીમો, 1.5 કરોડથી વધુ મતદારો અને સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા. ભારતમાં મતદાન તમામ G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણું અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણું થયું છે.

 

 

કેટલા કરોડ મત પડ્યા?

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારોની ભાગીદારી સાથે વૈશ્વિક રેકોર્ડ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, “આપણે(ભારત) 642 મિલિયન મતદારોનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જે તમામ G7 દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે.”

કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે?

 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી છેલ્લા ચાર દાયકામાં સૌથી વધુ છે. કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ પર અમને પૂછવામાં આવ્યું હતું કે વેલીમાં ચૂંટણી ક્યારે યોજાશે… અમે કહીએ છીએ કે હવે કરાવીશું

આ ચૂંટણીમાં કોઈ હિંસા જોવા મળી નથી

 

 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આ તે સામાન્ય ચૂંટણીઓમાંથી એક છે જેમાં અમે કોઈ હિંસા જોઈ નથી. આ માટે બે વર્ષની તૈયારીની જરૂર હતી.  અમે મતગણતરી માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ચૂંટણી કાર્યકરોની ઝીણવટભરી કામગીરીને કારણે અમે ઓછા પુનઃ મતદાન( રિપોલિંગ)ની ખાતરી કરી છે. અમે 2024ની લોકસભા ચૂંટણીમાં 39 રિપોલ જોયા, જ્યારે 2019માં 540 રિપોલ થયા હતા અને 39માંથી 25 રિપોલ માત્ર 2 રાજ્યોમાં થયા હતા.

10,000 કરોડ રૂપિયાની જપ્તી

 

CEC રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણી પંચે આ ચૂંટણી દરમિયાન લગભગ 10,000 કરોડ રૂપિયા જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ 2019માં જપ્ત કરાયેલી કિંમત કરતાં લગભગ 3 ગણી છે. સ્થાનિક ટીમોને તેમનું કામ કરવાની સત્તા આપવામાં આવી હતી. બે ચૂંટણી કમિશનરોને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા ‘લાપતા જેન્ટલમેન‘ તરીકે નામ આપવામાં આવ્યું છે તે અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, “અમે હંમેશા અહીં જ હતા, ક્યારેય ગુમ થયા નથી.”

મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે મજબૂત 

 

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે અનુસરવામાં આવેલી મતગણતરી પ્રક્રિયા વિશે માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે મજબૂત છે. તે ઘડિયાળના કાંટે ચોક્કસ રીતે કામ કરે છે.”

આ પણ જુઓ: એક્ઝિટ પોલ પર પહેલીવાર સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- બસ રાહ જુઓ…

Back to top button