ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં સ્કૂલ યુનિફોર્મ પર શું બોલ્યા શિક્ષણમંત્રી? જાણો કેવા આદેશ કર્યા?

Text To Speech

રાજસ્થાન, 6 ફેબ્રુઆરી: રાજસ્થાનમાં શાળાઓમાં યુનિફોર્મ પર શિક્ષણ મંત્રી મદન દિલાવરે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ સ્કૂસ ડ્રેસ સિવાય અન્ય કોઈપણ કપડાં પહેરીની આવી શકશે નહીં. આ અંગે આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. જો કે આ પ્રકારની કોઈ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

મેં હિજાબની ચર્ચા પણ નથી કરી : મદન દિલાવર

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં હિજાબની ચર્ચા પણ નથી કરી, તમે ડ્રેસ કોડ સિવાય બીજું કંઈ પહેરીને ન આવી શકો.” આ સાથે તેમણે કહ્યું કે, હું બહેન તન્ઝીમની બહાદુરીની પ્રશંસા કરું છું, કે તેનામાં દેશભક્તિની ભાવના છે અને દેશભક્તિની ભાવના ભરેલી છે. હું ઈચ્છું છું કે રાજસ્થાનમાં એવી લાખો બહેનો હોવી જોઈએ જેમાં દેશભક્તિની ભાવના હોય છે.

રાજસ્થાનમાં હિજાબને લઈ ઘમાસાણ

કર્ણાટક બાદ હવે રાજસ્થાનમાં હિજાબને લઈ ઘમાસાણ યથાવત્ છે. હિજાબને લઈ ગુજરાતની તન્ઝીમ મેરાની જયપુરમાં તેના પિતા સાથે ધરણાં પર બેઠી છે. આંદોલન બાદ રાજસ્થાન સરકારના શિક્ષણ મંત્રીએ સામે આવવું પડ્યું છે અને કહેવું પડ્યું છે કે શાળાઓમાં સ્કૂલ ડ્રેસ કોડ જ લાગું થશે અને જે કોઈ તેનું પાલન નહીં કરે તે પોતાના માટે અન્ય કોઈ શાળા શોધી શકે છે તેમ જણાવ્યું હતું.

આ પણ જુઓ: દિલ્હીમાં AAPના અનેક નેતાઓના ઘરે ED ત્રાટક્યું, 12 જગ્યાએ પાડયા દરોડા

Back to top button